ગુજરાતના ઉકાઈ સહિતના મોટા જળાશયોને સુરક્ષીત કરવા વર્લ્ડ બેંકે ૧૧૦૦૦ કરોડ રૂપીયા ફાળવ્યા
જુના જર્જરીત થયેલા જળાશય કેવી તબાહી મચાવી શકે તેનો ઘા આપનાર મચ્છુની મોરબી ડેમ હોનારતની તારાજી ઝીલનાર ગુજરાત સિવાય કોણ સારી રીતે સમજી શકે મોરબી સહિત આસપાસના ગામડાઓને ભરખી જનાર મચ્છુડેમ હોનારત માનવસર્જીત જળાશયોની ખુવારી હૃદયદ્રાવક અનુભવ ગુજરાત સહિત દેશને આપી ગયો હવે આવી ખુવારીનું પુનરાવર્તન ન થાય અને ગુજરાત સહિત દેશના તમામ જળાશયોની જાળવણી માટે કેન્દ્ર સરકારની હિમાયતના પગલે વર્લ્ડબેંકે દાયકાઓ જુના જળાશયોની જાળવણી અને વિકાસ માટે ૧૧ હજાર કરોડ રૂપીયાની કરવામાં આવેલી ફાળવણીનો લાભ ગુજરાતના ઉકાઈ ડેમને નવસર્જીત કરવામાં મળશે.
વિશ્ર્વ બેંકે ભારતના જળાશયોની સુરક્ષા વ્યવસ્થાને સુદ્દઢ બનાવવા જરૂરી ૧૧ હજાર કરોડ રૂપીયાના ભંડોળ દરખાસ્ત સ્વીકારી લેતા આગામી ૧૦ વર્ષમાં દેશના ૧૮ જીલ્લાના ૭૩૩ વિશાળય જળાશયોની જાળવણી અને વિસ્તૃતીકરણ માટે નાણાંની કોઈ ખેંચ નહી રહે.
દેશના જૂના જળાશયોની વાત કરીએ તો ગુજરાતમાં આઝાદી પૂર્વેથી લઈને અનાદી કાળથી અસ્તિવમાં આવેલા જળાશયોઆજે પણ હયાત છે. આવા જળાશયો જર્જરીત હાલતથી મોતનું તાંડવ ન મચાવે તે માટે ભારત સરકારે વર્લ્ડ બેંક સમક્ષ પ્રોજેકટ મૂકયો હતો જે વિશ્વ બેંકે મંજૂર કર્યો છે.
દેશમાં અત્યારે ૫૨૬૪ જળાશયો કાર્યરતછે. તેમાં ૨૫૯૯ ખૂબજ જૂના છે. ભારતના ૨૧૩ ડેમ એવા છે જેને ૧૦૦ વર્ષ વિતી ચૂકયા છે. ગુજરાતમાં રાજાશાહીવખત થી રાજવીઓ જળસંચયની વ્યવસ્થા માટે નાના મોટા ડેમ બનાવતા હતા. જૂનાગઢમાં બ્રીટનના વાહીસ રોહીસ, લોર્ડ વ્હીલીંગડનના નામે વ્હીલીંગ્ડન ડેમ આજે પણ ઉભો છે.
ડેમ સુરક્ષા માટે સરકાર હાથ ધરેલી કવાયતમાં ઉત્તરાખંડ, ઝારખંડ, કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ, ઔરીસા, અને તામીલનાડુના ૧૯૮ મોટા ડેમ હિમાચલનો ભાખરાનાગલ, તેલંગાણાનો સેલમ, મહારાષ્ટ્રનો જયકુપાડા, યુપીનો રાજઘાટ, રામઘાટ, ગુજરાતનો ઉકાઈ, રાજસ્થાનનો મહી, જેવા ડેમોને આ યોજનાનો લાભ મળશે. ૧૧ હજાર કરોડની ગાંડમાંથી પ્રથમ તબકકે ગુજરાતના ઉકય જળાશયને નવસર્જીત કરવામાં આવશે.
૨૫ વર્ષ જૂના ડેમો ભારે વરસાદ અને કોઈપણ પરિસ્થિતિમા મોરબીથી મચ્છુ ડેમજેવી હોનારત ન સર્જે તેની સાથે સાથે કિંમતી પાણી લીકેજના કારણે વ્યય ન જાય તે માટેના વર્લ્ડ બેંકના આ પ્રોજેકટનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મીશન ગુજરાત ડેવલોપથી ગુજરાતને મહત્તમ લાભ મળશે. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત માટે જે આર્શિવાદ રૂપ કામ કરી રહી છે. તેમાં વિશ્વ બેંકની ડેમ સુધારણાની ૧૧ હજાર કરોડની આ યોજના પણ કેન્દ્રની ગુજરાતને ભેટ ગણાશે.