વોટ્સએપની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ એપ દ્વારા તમે સમગ્ર દુનિયામાં ફ્રીમાં મેસેજ,ફોટોઝ, અને વિડીયો શેર કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ એપનો ઉપયોગ કમ્પ્યુટરમાં પણ કરી શકો છો. એમાં પણ તમે મલ્ટિપલ એકાઉન્ટ હેન્ડલ કરી શકો છો.
કમ્પ્યુટર માટે વોટ્સએપ એપ અવેલેબલ નથી. પણ આજે તમને જણાવીશું કે કોમ્પ્યુટર દ્વારા વોટ્સએપના મલ્ટિપલ એકાઉન્ટ હેન્ડલ કેવી રીતે કરવા.
મલ્ટિપલ એકાઉન્ટ હેન્ડલ કરવાના સ્ટેપ્સ:
- સૌ પ્રથમ http://web.whatsapp.com લિન્ક તમારા બ્રાઉઝરમાં ઓપન કરો
- ત્યાર બાદ વોટ્સેપમાં QR કોડને તમારા સ્માર્ટફોન સાથે સ્કેન કરો
- QR કોડને સ્કેન કરી વોટ્સેપને હવે, તમારા બ્રાઉઝરમાં તમારા જુદા જુદા એકાઉન્ટને ખોલવા માટે તમારે એક નવું ટેબ ઓપન કરવું પડશે.
- ત્યાર બાદ http://dyn.web.whatsapp.com આ લિન્ક પર એંટર આપવું
- ત્યારબાદ ફરીથી QR કોડને સ્કેન કરીને એકાઉન્ટ ઓપન કરી શકશો
- કોડ સ્કેન કરી તમે મલ્ટિપલ એકાન્ટનો ઉપયોગ કરી શકશો.