રાજકીય નેતાઓની સેક્સલીલાની વીડિયો ક્લિપ સાથેના પુરાવા અને ડેટા આઇપીએસ અધિકારીએ ડીલીટ કરી સમગ્ર કેસ રફેદફે કરવાના પ્રયાસની ચર્ચાથી ચકચાર
જયંતી ભાનુશાળી અને છબીલ પટેલના ચારિત્ર્યના ધજાગરા ઉડયા તેમ બીજા રાજકારણીઓનો ખરડાયેલો ચહેરો બહાર આવે તેમ હોવાની શંકા
શાર્પ સુટરોને સાપુતારાના તોરણ સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવાની સગવડ કોણે કરી આપી?
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની સવા માસ પહેલાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શાર્પ શુટરને એસઆઇટીની ટીમે સાપુતારાના સરકારી ગેસ્ટ હાઉસ પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે પણ હત્યા સમયે ગુમ થયેલા જયંતી ભાનુશાળીના મોબાઇલમાં રાજયના અનેક રાજકીય નેતાઓના ખરડાયેલા ચારિત્ર્ય અંગેના વીડિયો ક્લિપ સાથેના પુરાવા અને મહત્વના ડેટા પણ ગુમ થયા છે. મોબાઇલમાંથી ડેટા ગુમ કરાયાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
જયંતીભાઇ ભાનુશાળી ભૂજથી સયાજીનગરીમાં મુસાફરી કરી ર્હ્યા હતા ત્યારે તેઓ પર બે શાર્પ શુટર ફાયરિંગ કરી કરેલી હત્યા બાદ ૪૦ દિવસે એસઆઇટીની ટીમને બે શાર્પ સુટરને ઝડપી લેવામાં સફળતા મળી છે ત્યારે સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછમાં મહારાષ્ટ્રના શશીકાંત ઉર્ફે બીટીયા દાદા અને અશરફે કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે દસેક દિવસ કચ્છમાં રાખ્યા હતા જયંતી ભાનુશાળીની હત્યા માટે તેનું ઘર બતાવવામાં આવ્યુ હતું તે સ્થળે હત્યા થઇ શકે તેમ હોવાથી ટ્રેનમાં કર્યાની અને હત્યા બાદ કુંભના મેળામાં તેમજ કટરા ખાતે રખતા હોવાની કબુલાત આપી છે. બંને શાર્પ શુટર સામે પૂર્ણેમાં લૂંટ, ખૂન, ખૂનની કોશિષ અને ચોરી સહિતના અનેક ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જયંતી ભાનુશાળીએ હત્યા પૂર્વે રાજયના પોલીસ વડાને પોતાની હત્યા અંગે દહેશત વ્યક્ત કરી હતી ત્યારે પણ કેટલાક વીડિયો ક્લિપ રજૂ કરાયાની ચર્ચા છે. બીજી તરફ સુરત પોલીસમાં જયંતી ભાનુશાળી સામે સેંકસકાંડની ફરિયાદ નોંધાયા બાદ કચ્છ ભાજપના છબીલ પટેલે સમગ્ર પ્રકરણનો મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતુ તે રીતે છબીલ પટેલ સામે પણ દિલ્હીના દ્વારકા પોલીસ મથકમાં સેંકસકાંડ અંગે ફરિયાદ થતા બંને એક બીજાના દુશ્મન બન્યા હતા.
મનિષા નામની વિવાદાસ્પદ યુવતીનું ચારિત્ર્ય પણ ખરડાયેલું છે. મનિષા પણ બંને રાજકીય નેતાનો હાથો બની જયંતી ભાનુશાળી અને છબીલ પટેલના ચારિત્ર્યના ધજાગરા ઉડાડયા હતા જયંતી ભાનુશાળીની હત્યા બાદ તેની ભૂમિકા અંગે પણ પોલીસે તપાસ કરી હતી. જયંતી ભાનુશાળીનો મોબાઇલ મળી આવે તો અનેક આઇપીએસ અધિકારી અને રાજકીય નેતાઓના ચારિત્ર્યનો પર્દાફાસ થાય તેમ હોવાથી જ રાજયના એક આઇપીએસ અધિકારીએ ઝડપાયેલા શાર્પ શુટર પાસેથી મોબાઇલ મેળવી સેંકસ રેકડ અંગેના કેટલાક વીડિયો ક્લિપ ડીલીટ કર્યા બાદ મોબાઇલ ગુમ હોવાનું જાહેર કર્યુ છે. જયંતી ભાનુશાળીએ મોબાઇલની સાથે પોતાના લેપટોપમાં પણ આવા પુરાવા રાખતા હોવાથી તેના લેપટોપ સહિતની અંગત બાબતોની તપાસ થાય તો કેટલાક રાજકીય નેતાઓના પગ તળે રેલો આવે તેમ હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
શાર્પ શુટર શશીકાંત અને અશરફ દસેક દિવસ પહેલાં ઝડપાયા હોવાનો પુર્ણે પોલીસ દાવો કરી રહ્યા છે અને બંને પાસેથી કબ્જે થયેલી અને કબુલ કરેલી વિગતો સાથે રાજકીય આકાના ઇશારે ચેડા થઇ રહ્યા હોવાથી હત્યા પાછળ રહેલું સત્ય બહાર આવે તેમ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
શાર્પ શુટરો સાપુતારાના તોરલ સરકારી ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયાનું જાહેર કરાયું છે. તેઓ સરકારી ગેસ્ટ હાઉસમાં કોની મદદથી રહેતા હતા હાલ સરકારી ગેસ્ટ હાઉસની સમગ્ર પ્રોસિઝર ઓન લાઇન થઇ ગઇ છે અને કોઇના નામે રહી શકાય તેમ હોવા છતાં તેઓ કંઇ રીતે સરકારી ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરતા હતા તે અંગે ઉંડી તપાસ થાય તો પણ કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.