જમ્મુ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર ક્રુર આતંકી હુમલામાં ૪૦ વીર જવાનો શહીદ થયા. આ આતંકી ઘટનાને કારણે સમગ્ર દેશના ૧.૩ અબજ લોકોમાં જોવા મળતો આક્રોશ સંપૂર્ણ રિલાયન્સ પરિવારમાં પણ જોવા મળે છે.
શહિદો પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યકત કરવાના પ્રતિકરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન શહિદોનાં બાળકોના શિક્ષણ અને રોજગારની તથા તેમના પરિવારોના જીવનનિર્વાહની સંપૂર્ણ જવાબદારી લેવાની તૈયારી દર્શાવે છે. જો જરૂર જણાય તો હોસ્પટલ ઈજાગ્રસ્ત જવાનોને શ્રેષ્ઠતમ ઉપલબ્ધ સારવાર પુરી પાડવા પણ તૈયાર છે. જો સરકાર આપણા વ્હાલા સશસ્ત્ર દળોની સેવા માટે અમને અન્ય કોઈપણ જવાબદારી સોંપશે તો તે પણ પૂર્ણ કરવાની જવાબદારી સમજીશું.
રિલાયન્સ ફાઉન્ડેશનએ શ્રીમતી નીતા અંબાણીના અધ્યક્ષપદ હેઠળ ચાલતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરોપકારી સંસ્થા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનો હેતુ રાષ્ટ્રના વિકાસ પથમાં રહેલા પડકારોને સ્થાયી અને નવીન ઉપાયોથી પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે.રિલાયન્સ ફાઉન્ડેશન તેના પ્રારંભથી જ છેવાડાના સમુદાયો માટે જીવનની સમગ્રલક્ષી સુખાકારી અને ઉચ્ચ ગુણવતા સુનિશ્ચિત કરવા પરિવર્તનલક્ષી ફેરફારો પુરા પાડવા અથાગ કામગીરી કરી રહી છે.
ભારતની સૌથી વિશાળ સામાજિક પહેલોમાં રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમત-ગમત, આપતિ નિવારણ, શહેરી નવીનીકરણ અને કલા સંસ્કૃતિ તેમજ વારસાના ક્ષેત્રોમાં રાષ્ટ્ર વિકાસ પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને ૧૩૫૦૦ ગામો અને કેટલાક શહેરી ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં એક કરોડ વીસ લાખથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો છે.