પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલી અર્પવા ઠેર-ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં નાગરિકો દ્વારા વિશાળ રેલીઓ પણ યોજવામાં આવી રહી છે.
આ સાથે અનેક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શહિદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાનો સેવાયજ્ઞ પણ શરૂ કરવામાં આવ્યો છે. કાશ્મીરના પુલવામાં આતંકીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં દેશના ૪૪ જવાનો શહિદ થયા છે.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. દેશભરમાં આ હુમલા સામે ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. સાથે સાથે શહિદોને શ્રદ્ધાંજલી અર્પવા રેલી સહિતનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત અનેક સ્થળોએ આતંકીઓના પુતળા તેમજ પાકિસ્તાનનાં ઝંડાની હોળી કરીને રોષ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથે અનેક સંસ્થાઓ તેમજ સંગઠનો દ્વારા શહિદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવા માટે સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવી રહ્યા છે.