રેન્જ આઈજી અને એસપીની સૂચનાના પગલે કચ્છમાં જુગારની બદી પર પોલીસ તૂટી પડી છે. આજે પોલીસે રાપરના કીડીયાનગર અને માંડવી તાલુકાના કોડાય ગામે દરોડા પાડી 17 ખેલીઓને ઝડપી પાડ્યાં છે.
આડેસર પોલીસે બાતમીના આધારે કીડીયાનગરમાં રહેતા પ્રાગજીભાઈ રણમલભાઈ દલિતના મકાનની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં તીનપત્તી રમતાં 11 ખેલીઓને 22 હજાર 190ની રોકડ રકમ અને અઢી હજારના 5 મોબાઈલ મળી કુલ 24,690 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલાં ખેલીઓમાં પાંચાભાઈ વેલાભાઈ ભરવાડ, અરજણ કરમશી મેઘવાળ, ભરતસિંહ મોડજી વાઘેલા, પ્રાગજી રણમલ પરમાર, કરશનભાઈ અમરાભાઈ રાઠોડ, હરખાભાઈ પેથાભાઈ મેઘવાળ, અખાભાઈ ભીમાભાઈ મકવાણા, બબાભાઈ અમરાભાઈ ચાવડા, વિનોદભાઈ સુરાભાઈ પરમાર, રમેશભાઈ રણમલભાઈ પરમાર અને ગણેશભાઈ સવાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.
માંડવીના કોડાય ગામે મદારીવાસમાં બાવળ નીચે ગંજીફાથી જુગટું રમતાં છ ખેલીને માંડવી પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 16100ની રોકડ રકમ અને 3 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન મળી 19,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલાં ખેલીઓમાં મામદ જુમા મદારી, વલીયા કમાલ મદારી, મીરખાન અબ્દુલ મદારી, રફીક ગની મદારી, દિનેશ હમીર મદારી અને સલીમ કરીમ મદારીનો સમાવેશ થાય છે.