રણછોડવાડીની પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંp
શહેરમાં માનસિક તણાવ અને ડિપ્રેશનથી કંટાળી બે આપઘાતનાં બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા અને મવડી વિસ્તારમાં શાળા ધરાવતા આચાર્યએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જયારે રણછોડવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવતા પરિવારમાં શોક છવાઈ રહ્યો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કોઠારીયા રોડ પર મેહુલનગર વિસ્તારમાં રહેતા અને મવડી ખાતે ગીતા વિદ્યાલયના આચાર્ય રાજેશભાઈ માધવજીભાઈ વસોયા નામના ૪૯ વર્ષીય આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. મૃતક રાજેશભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક બિમાર હોય તથા ડિપ્રેશનની દવા પણ ચાલુ હોય તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આધેડના આપઘાતથી પરીવારમાં આક્રંદ છવાઈ રહ્યો છે.
જયારે બીજી તરફ રણછોડવાડી શેરી નં.૩માં રહેતી મીનાબેન ભરતભાઈ માલી નામની ૩૨ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતક બીનાબેન ૨૦ દિવસ પહેલા ભાડાનું મકાન બદલતા ગુમસુમ રહેતા હતા. પોતાના ઘરે દોરી વડે પંખા સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે બંને મૃતદેહ પોલીસ અર્થે ખસેડી ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.