૯ હજાર કરોડ રૂ.નો કર્જદાર માલ્યાએ ભારતની પ્રત્યાર્પણ પ્રક્રિયા સામે લંડન હાઇકોર્ટમાં અપીલ કરી
કિંગ ફિશર ફેમ બિઝનેશ ટાઇકુન અને ભારતીય બેંકો સાથે નવ હજાર કરોડ રૂપિયાનું દેવું ફરી બ્રિટન ઉપડી ગયેલા વિજય માલ્યાએ ઇગ્લેન્ડની હાઇકોર્ટમાં ભારતમાં પ્રત્યાર્પણ સામેના બ્રિટનના ગૃહ સચિવના પ્રત્યાર્પણ નિર્ણય સામે અપીલ કરી છે.
ભારતના રાજદ્વારી પ્રયાસોને કાનુની ગતિવિધિઓના અંતે બ્રિટન સરકારે વિજય માલ્યાને ભારતને સોંપી દેવા સહમતિ આપી હતી. તેની સામે વિજય માલ્યા આ ભારતના હાથમાં સોંપાવવું ન પડે તે માટે બેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં બ્રિટનના ગ્રૃહ સચિવ નિર્ણય સામે અપીલ દાખલ કરી હતી.
વેસ્ટ મિનિસ્ટર કોર્ટના પ્રવકતાએ ગઇકાલે જાહેર કર્યુ હતું કે વિજય માલ્યાએ પ્રત્યાર્પણ પ્રક્રિયા અને ધરપકડથી બચવા માટે અપીલ દાખલ કરી છે. વિજય માલ્યાએ અપીલ કરેલા સંપર્કમાં જણાવ્યુ હતું. કે આ અંગે મારે કંઇ કહેવું નથી. હાલ હું અપીલ ઉપર ઘ્યાન આપું છું. મારે અપીલ વહેલાસર જોઇતી હતી મને તેનજી પ્રક્રિયાની ખબર ન હતી.
મારા વકીલ આ માટે બધુ કરી રહ્યા છે. કોર્ટના પ્રવકતાએ જણાવ્યું હતું કે, અપીલ અંગેની સુનાવણી માટે બે અઠવાડીયા કે બે મહીના નો સમય લાગી શકે છે. કોર્ટના સરકારી વકીલે આ મામલો હાથ ઉપર લીધો છે. ન્યાયધીશ આ મામલો ટુંક સમયમાં જ હાથ ઉપર લઇને માલ્યાને અપીલ પર સુનાવણીની પ્રક્રિયા હાથ લેવાનો જાણવા મળ્યું છે.
વિજય માલ્યાએ બ્રિટનના સચિવે ફેબ્રુઆરી ૩ ના રોજ માલ્યાને ભારતને સોંપવા માટે જે સહમતિ આપી હતી તેની સામે વિજય માલ્યા એ અપિલ દાખલ કરી હતી. સાજીદ જાવીદ ૧૦ મી ડીસેમ્બરે જ વિજય માલ્યા ને ભારત સોંપી દેવાનો નિર્ણયને બહાલી આપી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ વિજય માલ્યાના કેસમાં તેને ભારત સોંપી દેવાના નિર્ણય ના અમલ માટે ગૃહસચિવ ને આદેશો જારી કરી દીધો હતો.
૬૩ વર્ષના ભારતીય બિઝનેસ મેન વિજય માલ્યાએ ૨૦૦૯ માં બેંકો પાસેથી ૧૦ હજાર કરોડ રૂપિયાની લોનનો લઇને કિંગ ફિશર એરલાઇન્સ ની નાદારી બાદ કરજ પરત કરવા અસમર્થતા જ જાહેર કરી દીધી હતી.
વિજય માલ્યાએ કિંગ ફિશરના નામે આઇ.ડી.બી. આઇ. બેંક પાસેથી લીધેલી કરોડો રૂપિયાની લોનો લીધા બાદ તેને ભરવાનો કોઇ બંદોબસ્ત કર્યુ ન હતું. વિજય માલ્યાએ બ્રિટનની હાઇકોર્ટમાં વિજય માલ્યાના પ્રર્યાપણના હોમ સેક્રેટરીના નિર્ણય અને વિજય માલ્યાએ ભાગેડુ જાહેર કરવાના નિર્ણય સહીત બન્ને નિર્ણયોને કાનુની રક્ષણ માટે અપીલ કરી છે.
વિજય માલ્યાને કોર્ટ સમક્ષ હાજર થયા બાદ ભારતે સુનાવણીનો સામનો કરવાનો રહેશે. વિજય માલ્યાની વ્યાપક ન્યાયના હિતમાં કાયદાના સંકજામાં લેવાના કોર્ટના સ્પષ્ટ નિર્દેશ બાદ છેલ્લા બે અઠવાડીયાથી વિજય માલ્યા પર કાયદાનો ગાળ્યો વધુ મજબુત બન્યો હતો વિજય માલ્યાએ પોતાની ધરપડક ટાળવા માટે રીતસરના હવાતિયા શરુ કરી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચાલુ સંસદે વિજય માલ્યાના નામ લીધા વગર જણાવ્યું હતું કે નવ હજાર કરોડના કરજદારને કાયદાના સકંજામાં લેવાશે.
વડાપ્રધાનના આ નિવેદન સામે વિજય માલ્યાના હોંશ ઊડી ગયા હતા. અને તેણે આ મુદ્દો ટવીટર પર પણ ઉઠાવ્યું હતો અને જણાવ્યું હતું.
હું કયાંય ભાગી નથી ગયો. અને કહ્યું કે શા માટે વડાપ્રધાન બેંકોને મારા રૂપિયા જમા કરવાની સુચના આપતા નથી. મેં પુરેપુરુ કરજ ભરપાઇ કરવાની ઓફર પણ કરી હતી.
વિજય માલ્યાએ પોતાના બચાવમાં કરેલી અન્ય ટવીટમાં જણાવ્યું હતું કે કે હું માઘ્યમોને અપિલ કરું છું કે ઇડીએ મારા ઉપર બેનામી મિલ્કતો છુપાવવાનું આક્ષેપ કર્યુ છે. પરંતુ હું ૧૪ હજાર કરોડ રૂપિયાની મિલ્કતો સોંપવા તૈયાર છું મને મારા કેસમાં જે ગેર સમજો ફેલાવવામાં આવે છે તેનાથી દુ:ખ છે.
વિજય માલ્યાએ ૪થી ફેબ્રુઆરીથી જ પોતાના બચાવ માટેની અપીલની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તેણે અપીલ માટે પ્રેમના પ્રતિક એવા વેલેન્ટાઇન ડે નો દિવસ પસંદ કર્યો હતો. વિજય માલ્યા અંગે ટવીટ કરી તેના મિત્રોએ તેની મુશ્કેલીઓ ઓછી થાય તેવી કામના વ્યકત કરી હતી. વિજય માલ્યા પર હવે કાનુની સકંજો દિવસે ને દિવસે વધુને વધુ ફસાઇ રહ્યો છે. ત્યારે માલ્યાને ભારત આવવું ન પડે તે માટે છેલ્લી ઘડીના હવાતિયા શરુ કરી દીધા છે.