૩૧ માર્ચથી આધાર ફરજિયાતનો નિર્ણય અમલમાં મૂકાશે
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં સરકારી પરિયોજનાઓનો દરેકને લાભ અને વહીવટી પારદર્શકતા અને રાષ્ટ્રીય વસ્તી વિશલેષણ અને નાગરીક અધિકારોની ફાળવણી માટે અસરકાર બની રહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડનું જોડાણ હવે કરદાતાઓ માટે ફરજીયાત બનાવવાનો અમલ ૩૧મી માર્ચથી શરૂ થશે.સુપ્રિમ કોર્ટે ગત છઠ્ઠી ફેબ્રુઆરીએજ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ ફરજીયાત પણે જોડવાના આદેશો જારી કર્યા હતા.
વડી અદાલતમાં ગયા વર્ષે આ મુદાની છણાંવટ થઈ હતી સીબીડીટી દ્વારા કરદાતાઓ માટે પાન કાર્ડ સાથે આધાર કાર્ડનું જોડાણ આઈ.ટી.આરના લાભાર્થીઓ માટે જરૂરી હોવાનું જણાવ્યા બાદ આધાર કાર્ડની સમય મર્યાદા સહિતના પાસાઓનો કનુની રીતે હાથ ધરવાની પ્રક્રિયા આરંભવામાં આવી હતી.૨૦૧૮માં સુપ્રીમ કોર્ટમાં પાનકાર્ડ અને આધારકાર્ડના જોડાણની પ્રક્રિયા માટે સેન્ટર બોર્ડ ઓફ ડાયરેકટેક્ષ સીબીડીટી દ્વારા આધાર સાથે પાનકાર્ડ જોડવા માટેની માર્ગદર્શિક જોડવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ઇ ફાઈલીંગ કરનારા કરદાતાઓ માટે આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવાનું ૩૧મી માર્ચ સુધીમાં ફરજીયાત કરવા આદેશાત્મક નિર્ણય લીધો હતો. આધાર કાર્ડ અને બંધારણીય ધોરણે આવકવેરાના ૧૯૬૧ના ધારા મુજબ ટેક્ષરીર્ટન ફાઈલ કરનારાઓ માટે ફરજીયાત બનાવાયું છે.એપક્ષ કોર્ટમાં આધાર અને પાનકાર્ડના જોડાણના નિર્ણય સામે દાદ માંગવામાં આવી હતી. આ સુનાવણીમાં અંતે આધારને આધાર પ્રાપ્ત થયો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ્રેસ સી.બી.ડી.ટી.એ સરકારી યોજનાઓ માટે મુખ્ય આધાર બની રહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે જોડવાના સીબીડીટી ચેરમેન સુશીલચંદ્રના નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે. દેશમાં ૨૩ કરોડ પાન કાર્ડ ધારકોએ પાનકાર્ડનું જોડાણ અગાઉથી જ આધાર કાર્ડ સાથે કરાવી લીધું છે.
આવક વેરા ખાતાએ અગાઉ જારી કરેલા ૪૨ કરોડ પાન કાર્ડમાંથી ૨૩ કરોડનું આધાર સાથે જોડાણ અગાઉથી જ થઈ ગયું છે. બેંક ખાતાઓ સાથે આધાર કાર્ડના જોડાણ બાદ આઈ.ટી.વિભાગે પણ પાનકાર્ડનું આધારકાર્ડનું લીકીંગ કરવાનું શરૂ કરી દીધું હતુ
દેશની તમામ સરકારી યોજનાઓ અને નાગરીકોનેઅપાનારા લાભની પારદર્શતા અને જેના નામ લાભ સુનિશ્ચિત થયા હોય તેમના ખાતામાં જ સીધા રૂપીયા જમા કરાવવાના સરકારના અભિગમમાં આધાર કાર્ડનું ખૂબજ અસરકારક આધાર મળ્યો છે.
દેશમાં ઉદયી, યુ.આઈ.ડી.એ.આઈ.દ્વારા ઈશ્યું કરવામાં આવતા આધારને નિરાધાર બનાવવા માટે અનેક દલીલોનો વંટોળ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ દેશના નાગરીકો માટે મહત્વના દસ્તાવેજ એવા આધાર કાર્ડને સરકાર દ્વારા દિન પ્રતિદિન વધુને વધુ અસરકારક બનાવવાની પ્રક્રિયા સતત આગળ વધારવામાં આવી રહી છે. હવે આધારકાર્ડ સાથે પાન કાર્ડ જોડવાનું ૩૧મી માર્ચથી ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે ખરા અર્થમાં આધારને આધાર મળશે.