આત્મઘાતીઓની પધ્ધતિ બદલાઈ, હવે યુરિયા અને એમોનિયા દ્વારા વિસ્ફોટો કરવાની નવી ટેકનીક
પાક. અને આતંકીઓને ઝડબાતોડ જવાબ આપવા સ્થળ, સ્થિતિ અને સમય સૈન્ય નકકી કરશે
હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ પાક.ને વિશ્ર્વના દેશો સમક્ષ ઉગાડુ પાડવા ભારતના રાજદ્વારી પ્રયત્નો તેજ
કાશ્મીરનાં પુલવામાં પરમ દિવસે બપોરે સીઆરપીએફની બટાલીયન પર આત્મઘાતી હુમલો થયો હતો કાશ્મીરી આતંક્વાદીએ વિસ્ફોટકો ભરેલી સ્કોર્પીયો કાર જવાનોની બસ સાથે અથડાવીને કરેલા હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ જયારે સેંકડો જવાનો ઘાયલ થયા હતા. કાશ્મીરમાં સમયાંતરે સૈન્ય પર નાના મોટા હુમલાથતા રહે છે.
પંતુ આ હુમલામાં એક સાથે ૪૪ જવાનો શહીદ થતા દેશભરમાં આક્રોશની લાગણી ફાટી નીકળી છે.આ હુમલા બાદ દેશવાસીઓમાં પાકિસ્તાન અને પાક પ્રેરીત આતંકવાદનો કાયમી સફાયો કરી નાખવાનો જુસ્સાની લાગણી ઉભી થઈ છે. તમામ દેશવાસીઓનાં આ મનસુબાને પારખીને મોદી સરકારે પણ સૈન્યને છૂટો દોર આપવાની જાહેરાત કરી દીધી છે.
આ આત્મઘાતી હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા નવા વિસ્ફોટકો ભારતીય સૈન્ય માટે ચિંતાનો વિષય બન્યા છે. આધુનિક સમયમાં ટેકનોલોજીમાં થતા નવા સંશોધનો જેટલા સુવિધાપૂર્ણ સાબીત થાય છે. તેટલા જ આફતનું કારણ પણ બને છે. ભારતીય સૈન્યને છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં આતંકી તત્વો અને તેમને સહયોગ આપનારા સ્થાનિક ગદારો સામે કાર્યવાહી કરવા માટે છૂટોદોર આપવામાં આવ્યો છે.
જેથી ભારતીય સૈન્યાએ સરહદ પર ચાંપતો બંદોબસ્ત રાખવા સાથે કાશ્મીરમાં આતંકવાદી તત્વોને જેર કરીને તેની મોડસ ઓપરેન્ડી જાણીને તેને તોડી પાડી છે. જેથી ‘શેઠની એક આંખ તો ચોરની હજાર આંખ’ એ કહેવતના મુજબ આતંકવાદીઓએ સરહદ પારથી વિસ્ફોટકો ન આવતા નવી ટેકનીકનો ઉપયોગ કરીને વિસ્ફોટકો બનાવવાની શરૂઆત કરી છે.
પુલવામાં થયેલા આતંકી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કારમાંથી યુરિયા અને એમોનીયાનો જથ્થો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું છે. આ બંને રાસાયણીક પદાર્થો ખેતી માટે વપરાતા હોય દેશભરમાં ખૂલ્લેઆમ આસાનીથી મળી રહે છે. આ બંને પદાર્થોના મિશ્રણથી વિસ્ફોટ કરી શકાય છે. તેવી આતંકવાદીઓએ શોધેલી નવી ટેકનીકથી ભારતીય સુરક્ષા દળો પણ ચિંતામાં મૂકાય જવા પામ્યા છે.
આતંકવાદી હુમલાઓ માટે કાર બોમ્બનો ઉપયોગ હજુ વ્યાપક પ્રમાણમાં વધે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના નિષ્ણાંતોએ દહેશત વ્યકત કરી છે કે વાહનમાં વિસ્ફટો ફિટ કરીને હજુ વધુ હુમલા થઈ શકે છે.
પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં આવા વાહનો તૈયાર કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય જેસે મોહમ્મદ કમાન્ડર અને અફઘાન યુધ્ધમાં પંકાયે અબ્દુલ રશીદ ગાઝી અને ટોચના આતંકવાદીઓ કારબોમ્બ માટે સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે. કારબોમ્બ બનાવવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ થાય છે. સાથે સાથે જે મોટરમાં બોમ્બ ફીટ કરવામાં આવ્યો હોય તે મોટરમાં માત્ર વિસ્ફોટકો જ નહિ પરંતુ પેટ્રોલ ડીઝલની ટાંકીઓનો ધડાકા કરવા માટે ઉપયોગ કરવાની ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે.
વાહનોનીડિઝલ પેટ્રોલની ટાંકીઓમાં વિસ્ફોટકોની ગોઠવણી કરી કરંટ આપવાથી ભયંકર વિસ્ફોટ થાય છે. સુરક્ષા દળો સામાન્ય રીતે વાહનની અંદર બેઠેલા અને દરવાજા ખોલી સીટને હટાવીને કોઈ વાંધાજનક વસ્તુ અંગે રોડ ઉપર તપાસ કરે છે પરંતુ પેટ્રોલ ડીઝલની ટાંકીમાં ગોઠવેલ મોતના સમાનની પેરવી ધ્યાનમાં આવતી નથી.
જયારે કોઈ શંકાસ્પદ વસ્તુ સુરક્ષાદળોના ધ્યાનમાં આવે ત્યારે સુરક્ષા દલો અને બોમ્બ ડિસ્પોસ ટીમ પાસે ખૂબ ઓછો સમય હોય છે. સામાન્ય રીતે કાર બોમ્બમાં પાછલી સીટ અથવાતો પગ રાખવાની જગ્યાએ બોમ્બ ગોઠવેલું હોય છે.તેની સ્વીચ ડ્રાઈવર બાજનાં દરવાજામાં અથવાતો સ્ટ્રીંગ કી કે કારનું એન્જીન બંધ કરવાની સ્વીચમાં ફીટ કરવામાં આવ્યું હોય છે.
શંકાસ્પદ ગાડીનો દરવાજો ખોલવાથી કાર ચાલુ કરવાથી અથવાતો રેઢી મૂકેલી ચાલુ મોટર મૂકી દેવાથી વિસ્ફોટ થઈ જાય તેવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતના સુરક્ષા તંત્ર માટે કાર બોમ્બ નવી ચિંતાનો વિષય બની ગયો છે કારબોમ્બ સરળતાથી ભયાનક નર સંહાર માટે તૈયાર કરી શકાય છે. અને તેને ધાર્યા મુજબ દૂર લઈ જઈ શકાય છે. આ માટે સુરક્ષા વ્યવસ્થામાં વાહન ચેકીંગ અને બોમ્બને ડિસફોઝ કરવાની વ્યવસ્થા અને ટેકનીકના નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભાંગફોડ કરનારા તત્વો હથીયાર છે. કાર બોમ્બ સુરક્ષા તંત્રની થોડીક જ લાપરવાહીથી ખૂબજ મોટા પરિણામનું કારણ બની શકે છે.
પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનોની શહિદીનો મુદ્દો પાકિસ્તાન માટે આફતનો ગાળીયો બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીસીઆઈની બેઠકમાં પાક. પ્રેરીત આતંકવાદ સામે શકય તમામ પગલાઓના આદેશો સૈન્યને આપી દીધા બાદ વૈશ્વિક મંચ પર રાજદ્વારી રીતે પણ પાકિસ્તાનને ઘેરવાની રણનીતિનો અમલ ભારતે શરૂ કરી દીધો છે.
પુલવામાં આત્મઘાતી હુમલામાં આઈએસઆઈના દોરી સંચારથી જૈસ એ મોહમ્મદ આ હુમલો કરાવ્યો હોવાનો હવે જગ જાહેર બની ગયું છે ત્યારે રાજદ્વારી રીતે પાકિસ્તાનને ઘેરવા માટે ભારતે તૈયારી શરૂ કરી દીધી છે.ભારતના વિદેશ સચિવ આ મુદ્દે વિશ્વના ૨૫ દેશો સાથે ધનિષ્ઠ ચર્ચા કરીને પાકિસ્તાન પુલવામા હુમલામાં જવાબદાર હોવાનું પુરવાર કર્યું છે. ભારતે વિશ્વ સમાજને પુલવામાના હુમલાની ઘટના માટેનું કાવત‚ અને આર્થિક મદદનું પાપ પાકિસ્તાની સહાયથી જ થયું હોવાનું જણાવ્યું હતું.
પુલવામાના આત્મઘાતી હુમલાના બીજા જ દિવસે ભારત સરકારે પાકિસ્તાન પર રાજદ્વારી ઘોંસ બોલાવાનું શરૂ કરી દીધું છે. ભારતના આ અભિયાન અંતર્ગત નવીદિલ્હી ખાતે વિદેશ સચિવ વિજય ગોખલેએ ગઈકાલે જ ભારતના મિત્રો દેશોના ૨૫ જેટલા મુખ્ય અધિકારીઓને નવીદિલ્હી મળી પાકિસ્તાનના આ કરતુતોનો પર્દાફાશ કર્યો હતો.
પાકિસ્તાને પુલવામા આતંકવાદી હુમલો અંજામ આપ્યાના પુરાવા સાથે વિજય ગોખલેએ જાપાન, જર્મની, કોરિયા અને અન્ય દેશોના પ્રતિનિધિઓને મળીને પાકિસ્તાનને કેવી રીતે આ ઘટનાને અંજામ અપાવવામાં મદદ કરી, જૈસ એ મોહમ્મદને હાથો બનાવી પાકિસ્તાને કરેલા આ કૃત્ય સામે ભારતે વિશ્વ સમાજના રાજદ્વારી સહકારથી પાકિસ્તાનને આતંકવાદના મદદગાર અને ટેરેરફંડના જનક તરીકે વિશ્વ સમક્ષ ઉઘાડુ પાડવાનું અભિયાન હાથ ધર્યું છે.
ભારતે પાકિસ્તાન પર વિશ્વનું રાજદ્વારી દબાણ લાવી ભારત સામે પ્રોકસીવોર નોંધ લાવવાની ફરજની સાથો સાથ જૈસ એ મોહમ્મદ અને મસુદ અઝહરને આતંકવાદી તરીકે જાહેર કરવાની રણનીતિમાં પાર ઉતરવા ભારતે પ્રયાસો શરૂ કર્યા છે.
ગઈકાલે ભારતે આ મુદ્દે જર્મની, હંગેરી, ઈટાલી, યુરોપીય સંઘ, કેનેડા, બ્રિટન, રશિયા, ઈઝરાયલ, ઓસ્ટ્રેલીયા, જાપાન, ઉત્તર કોરીયા, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન અને ભુતાનના રાજદ્વારી પ્રતિનિધિઓ ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળને મળવા માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પ્રયત્ન શરૂ કર્યા છે.
ગઈકાલે જ વિદેશ સચિવે ભારતના પાકિસ્તાન હાઈકમિશનર સાએલ મહેમુદને આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી. આ મુદ્દે પાકિસ્તાનને ત્વરિત જલ્દ અને સંતોષકારક પગલા જૈસ એ મોહમ્મદ અને ભારત વિરોધી ગતિવિધિઓ કરનારા વિરુધ્ધ પગલા લેવા જોઈએ તેવી તાકીદ કરી હતી.
આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભારતે પાકિસ્તાન સ્થિત ભારતના એલચી અજય મિસરીયાને તાત્કાલીક આ મુદ્દે દિલ્હી બોલાવ્યા હતા. કાશ્મીરમાં થટેલા આત્મઘાતી હુમલામાં પાક પ્રેરીત જૈસ એ મોહમ્મદની સંડોવણી ખુલતાં જ ભારતે પાકિસ્તાનને રાજદ્વારી રીતે ઘેરવા ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ પાકિસ્તાનને આ મુદ્દે તેની ભુમિકા સ્પષ્ટ કરાવવા જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આકરા શબ્દોમાં જણાવી લીધું છે કે, પાકિસ્તાન આવા હુમલાથી ભારતને નબળુ નહીં પાડી શકે અને જવાબદારોને આ અંગે મોટી કિંમત ચૂકવવી પડશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું આતંકને પોષનારાઓ અને મદદ કરનારાઓને ચેતવણી આપુ છું કે, તેઓએ મોટી ભુલ કરી છે તેઓએ આ ભુલની મોટી કિંમત ચૂકવવી પડશે.
ભારત અત્યારે પાકિસ્તાનને રાજદ્વારી રીતે ઘેરી લેવા વિશ્ર્વ સમાજને એક જુથ કરવા મેદાનમાં આવી ગયું છે. વડાપ્રધાને ગઈકાલે સીસીએસની બેઠકમાં પાકિસ્તાને સામે કાર્યવાહી માટે સૈન્યને છુટો દોર આપવાની સાથે વિદેશ સચિવને મિત્ર રાષ્ટ્રોનો સંકલન અને પાકિસ્તાન આ કૃત્યથી વિશ્વને માહિતગાર કરવાના બેવડા વ્યુહથી પાકિસ્તાનને આરોપીના કઠેરામાં મુકી આતંકવાદીઓને ઉશ્કેરવા, આશરો આપવા અને ભંડોળ માટેની કુટેવો કાયમ બંધ કરવા મજબુર કરી દેવાશે.