એનસીપી દ્વારા પાક વીમામાં વિસંગતતા, દેવુમાફી, ધીરાણનો વ્યાજદર તેમજ પોષણક્ષમ ભાવો સહિતના પ્રશ્ર્નોને અપાશે વાચા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફૂલભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.૨૫ના રોજ ઉપલેટાના ઢાંક ખાતે સંમેલન યોજાનાર છે. તેમાં પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલ અને મહારાષ્ટ્ર વિધાનપરીષદના પૂર્વ સભ્ય રાજેન્દ્ર જૈન અને નરેશભાઈ મહેશ્ર્વરી મહારાષ્ટ્ર માજી મંત્રી નવાબ મલ્લીક વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ અંગેની માહિતી આપતા ડો. જગદીશ દાફડાએ જણાવ્યું કે ખેડુતોના પાક વિમામાં વિસંગતતા દેવુમાફી, વિજળી, ધીરણનો વ્યાજદર, પોષણસમ ભાવો સિંચાઈ તેમજ પીવાના પાણીના પ્રશ્ર્ને તેમજ ભાજપ અને કોંગ્રેસમાંથી અગ્રણીઓ અને હોદેદારો મોટી સંખ્યામાં એન.સી.પી.માં જોડાશે

ઢાંક ખાતે પટેલ સમાજમાં ખેડુતોના પ્રશ્ર્નોને વાચા આપવા માટે સંમેલન યોજાશે જેમાં ૫૦,૦૦૦ કરતા વધુ ખેડુત આગેવાનો ઉપસ્થિત રહેશે ઉપલેટાથી ઢાંક સુધી પ્રફૂલ્લભાઈ પટેલ બાઈક રેલી કાઢી ઢાંક ખાતે બગીમાં બેસાડી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ઉપલેટા બાદ અમદાવાદ, જિલ્લામાં ધંધૂકા ખાતે, તેમજ પંચ મહાલ જીલ્લાના સહેરા અને બોટાદ જીલ્લામાં બોટાદ ખાતે ખેડુત સંમેલનો કરવામાં આવશે.

આ સંમેલનમાં ઉપલેટા ખાતે જમનભાઈ ઘેડીયાની આગેવાનીમાં તડામાર તૈયારીઓ કાર્યકરો અને આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. આજની આ મુલાકાત દરમ્યાન કરશનજી ઠાકોર માજી મંત્રીશ્રી, ગુજરાત સરકાર, ડો. જગદીચંદ્ર દાફડા મહામંત્રી એનસીપી ગુજરાત પ્રદેશ, હરિકિશન જોષી પ્રવકતા એનસીપી ગુજરાત પ્રદેશ, સત્યેન પટેલ ઉપપ્રમુખ એનસીપી ગુજરાત પ્રદેશ, સંજયભાઈ ગઢવી ઓબીસી રાજકોટ શહેર, જીલ્લા પ્રમુખ, દિલીપસિંહ વાઢેર મંત્રી એનસીપી ગુજરાત પ્રદેશ, સાગરદાન ગઢવી ઉપપ્રમુખ યુંવક રાષ્ટ્રવાદી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.