શેરબજારમાં ઘટાડોનો સિલસિલો ચાલું છે. સેન્સેક્સ શુક્રવારે 300 અંક ઘટ્યો છે. નિફ્ટીમાં 105નો ઘટાડો નોંધાયો છે. હેલ્થકેર, મેટર, બેન્કિંગ અને ઓટો કંપનીઓના શેરમાં વધુ નુકસાન જોવા મળ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો વધવાને કારણે બજાર દબાણમાં છે. વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યાં છે.
સેન્સેકસના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 38 શેરમાં ઘટાડો નોંધાયો છે. ડો. રેડ્ડીનો શેર એનએસઈ પર 8% ઘટ્યો છે. જેએસડબલ્યુના શેરમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. સનફાર્મામાં 4.5 ટકા અને ટાટા મોટર્સના શેરમાં 3.63 ટકાનું નુકસાન જોવા મળ્યું.
સેન્સેકસ ગુરૂવારે 157.89 અંક અંને નિફ્ટી 47.60 અંકના ઘટાડા સાથે બંધ થયો હતો. આ નુકસાનનું સતત છઠ્ઠું સત્ર હતું. શુક્રવારે સતત 7મા સત્રમા બજાર નુકસાનમાં રહ્યું છે.