વાંંકાનેરની કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ૧૪/૨ નાં દિવસે વેલેન્ટાઈન ડે નાં બનાવટી નાટકો ઉજવવાને બદલે એક મેડિકલ ચેક–અપ કેમ્પનું આયોજન કરી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. હેતલ અને ડો. અનિલ દ્વારા સ્કૂલનાં તમામ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે મેડિકલ ચેક–અપ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીઓને બજારમાં મળતા જંકફૂડ અને ખુલ્લાં વેંચાતા નાસ્તાઓથી શરીરને કેવું નુકશાન થાય છે તે અંગે સમજણ અપાઈ હતી.
ઉપરાંત “મોબાઈલ અને તેના આપણાં શરીર તથા આંખોને થતા નુક્શાનો“વિષય પર પણ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં જ્ઞાન અપાયું હતું.
ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનાં સંચાલકો અને સ્ટાફનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી