ભૂમિ પરીક્ષા, યોગ્ય જમીન, યોગ્ય દીશા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરશે
દરેક વ્યકિત પોતાના સ્વપ્નનો મહેલ બનાવવા માંગતી હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો યોગ્ય જમીનની પસંદગી કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. જે કોઈ વ્યકિતને અનેક પ્રયત્ન પછીય પોતાનું સ્વતંત્ર મકાન બનતું ન હોય તો ભગવાન વારહની ઉપાસના કરવાથી અને તેના મંત્ર જપ કરવાથી સ્વતંત્ર મકાન, માલિકીની જગ્યાની પ્રાપ્તી થાય છે.
મંત્ર ૐ નમ:શ્રીવારાહય ધરણ્યુઉદારણાય સ્વાહા મંત્ર જપ કરવાથી પોતાની માલિકીનું મકાનની પ્રાપ્તિ થાય છે. ભુમી પરીક્ષા જો પોતાની સ્વતંત્ર જમીન ઉપર મકાન બનાવું હોય તો સૌપ્રથમ ભૂમિ પરીક્ષા કરવી જ‚રી છે. અત્યારના જમાના પ્રમાણે મોટા શહેરોમાં જમીન બહુ મોંઘી હોવાથી ફલેટનું ચલણ વઘ્યું છે. આથી જે કોન્ટ્રાકટર ફલેટ જયાં ચણવા માંગતા હોય ત્યાં ભુમી પરીક્ષણ કરી અને પછી જગ્યા ખરીદી અને ફલેટ ચણે તો તે લેનાર લોકો વધારે સુખી થાય આમ ભુમી પરીક્ષણ કરી અને પોતાના મકાન અથવા ફલેટનું બાંધકામ કરવું ઉતમ ગણાય છે.
૧. જે જમીન પર સારું ઘાસ ઉગેલ હોય ગાયો ચરતી હોય તેવી જમીન વધારે ઉતમ ગણાય પરંતુ જે જમીન ઉપર ઉંદર-બિલ્લીનો વાસ હોય, કાંટાવાળા વૃક્ષ હોય જમીનમાં તિરાડો પડેલી હોય ઉંચા-નીચી જમીન હોય, વાસ આવતી હોય તેવી જમીન પર મકાન બનાવાથી દુ:ખની પ્રાપ્તિ થાય છે.
૨. જમીનનું પરીક્ષણ કઈ રીતે કરવું તે જાણીયે સૌપ્રથમ જમીન લેનાર માલિકના એક હાથ જેટલો લાંબો અને તેટલો જ પહોળો ખાડો ખોદવો તે ખોદયા બાદ જેટલી માટી નીકળી હોય તે પાછી પુરી દેવી જો ખાડામાં માટી પુરતા પણ વધારાની માટી વધે તો તે જમીન સારી ગણાય છે.
તે ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જમીનનો ઢાળ કઈ બાજુ છે તે પણ મહત્વ ધરાવે છે. ઈશાન ખૂણા પર ઢાળ હોય તેવી જમીન વધારે ઉતમ ગણાય તે ઉપરાંત નૈઋત્ય ખુણા બાજુથી ઉંચી જમીન વધારે ઉતમ ગણાય છે. પૂર્વ દિશામાં ઉંચી જમીન હોય તો નલેવી તથા ઈશાન ખુણા બાજુ ઉંચી જમીન હોય તો હિતાવહ છે. જયારે જમીનની વચ્ચેનો ભાગ સૌથી ઉંચાઈવાળો ઉતમ ગણાય છે.
પૂર્વ ખુણાનો ઢાળ ધન સંપતી આપે છે. ઉતર બાજુ ઢાળ પ્રગતી કરાવે છે. અગ્નિખૂણાનો ઢાળ ચિંતા અને ભય અપાવે છે. દક્ષિણ દિશાનો ઢાળ રોગ અને ભય અપાવે છે. નૈઋત્ય ખુણાનો ઢાળ બિમારી અપાવે છે. પશ્ર્ચિમ દિશાનો ઢાળ માનસિક બિમારી અપાવે છે.જમીન બરોબર વચ્ચે ઢાળ હોય અથવા જમીન વચ્ચેથી ખાડવાળી નીચી હોય તો તે સારી ન ગણાય.