સુપ્રીમના ચૂકાદાને મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંવિધાનની વિરૂદ્ધ ગણાવ્યા
દિલ્હી સરકારે એલજીની સત્તાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. જજ સીક્રીએ પોલીસ, કાયદો વ્યવસ્થા અને જમીનની સત્તા કેન્દ્ર પાસે હોવાનો, દિલ્હીની રાજય સરકાર પાસે તમામ કારોબારી અધિકાર હોવાનો હુકમ કર્યો હતો. દિલ્હી સરકારની સત્તા કેન્દ્રની સત્તા કરતા અલગ હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતુ. જયારે સત્તાની સ્પટતા અંગે બે જજો વચ્ચે મતભેદ સર્જાતા ત્રણ જજોની ખંડપીઠ ફરીથી સુનાવણી કરશે.
દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે કેટલાક અગત્યના મુદ્દે જે ગજગ્રાહ ચાલી રહ્યો હતો તે મામલે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો આપ્યો હતો. દિલ્હીમાં કામ કરતા સરકારી અધિકારીઓની ટ્રાન્સફર તેમજ તેમની નિમણૂંકના નિર્ણયનો અધિકાર છોડીને બાકીના ૫ મુ્દ્દાઓ પર સુપ્રીમે તેનો ચુકાદો સાફ આપી દીધો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સુપ્રીમ કોર્ટના ફૈંસલા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસવાર્તા કરીને જણાવ્યુ કે કોર્ટનો આ પ્રકારનો ચુકાદો સંવિધાનની વિરૂધ્ધનો છે. સીએમ કેજરીવાલ પોતાનો આક્રોશ પ્રગટ કર્યો.
કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે આપણે ધરણા કરીને દિલ્હીના અધિકારોની લડાઇ લડવી પડે છે. ન્યાય માટે આપણે ભાજપ પાસે જવુ પડે છે. વધુમાં કેજરીવાલે જણાવ્યું કે આપણી કેબિનેટે ઉપરાજ્યપાલના ઘરમાં ૧૦ દિવસ બેસીને ધરણા કર્યા હતા, તો પણ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહિ. કેજરીવાલે કહ્યુ કે અમે દિલ્હીની જનતાને અપીલ કરીએ છીએ કે આગામી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બધી ૭ બેઠકો પર અઅઙ પાર્ટીને જીતાડવામાં આવે. જો અમે દિલ્હીથી સંસદમાં પહોંચીશુ તો સંસદમા દબાણ ઉભુ કરી કરીને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા પૂરી લડાઇ લડીશુ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમે કોર્ટની ઇજ્જત કરીએ છીએ પણ આ ચુકાદો દિલ્હીના લોકો સાથેનો અન્યાય છે. અમે છેલ્લા ચાર વર્ષોથી અન્યાય સહન કરીએ છીએ.