ભીસ્તીવાડનું જુથ સમાધાન કરવા જતા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યાનો નોંધાતો ગુનો
પોપટપરાના નામચીન મહંમદ ગોલીના પૌત્ર અનિશ મહંમદ અને ભીસ્તીવાડના કુખ્યાત અકબર ઉર્ફે હકુભાના પુત્ર વચ્ચે ચાલતી અદાવતનું સમાધાન કરવા જતા ભીસ્તીવાડના જૂથ્થ પર પોપટપરાના જૂથ્થે ફાયરિંગ કર્યાના પોલીસને પુરાવા મળી આવતા ચાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પ્ર.નગર પોલીસે તપાસ હાથધરી છે.
ભીસ્તીવાડના નામચીન અકબર ઉર્ફે હકુભા ખીયાણીના પુત્ર મુસ્તાકે પોપટપરાના કુખ્યાત મહંમદગોલીના પુત્ર અનિષ ગોલી, અકીલ ગોલી, તનુડો અને અબજલ સામે ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મુસ્તાકના મોટા ભાઇ વસીમને અનિષ ગોલી અને અકીલ ગોલી સાથે દસેક દિવસ પહેલાં માથાકૂટ થઇ હોવાથી તેનું સમાધાન કરવા માટે
જી.જે.૩એફબી. ૯૬૩ નંબરની ફોર્ચ્યુનર કારમાં પોતાના ભાઇ વસીમ ખીયાણી, સુનિલ ભકતાણી અને ધવલ પટેલ પોપટપરાના નાલા પાસેથી નીકળ્યા ત્યારે બે એક્ટિવા પર આવેલા અનિશ ગોલી, અકીલ ગોલી, તનુડો અને અબજલ નામના શખ્સો પૈકી એક શખ્સે કાર પર ફાયરિંગ કરતા પોતાનો જીવ બચાવી કાર ભગાવી હતી અને જંકશન ચોકી પાસે આવીને પોલીસ કંટ્રોલ ‚મને ફોન કરી ફાયરિંગ કર્યાની જાણ કરી હતી.
પ્ર.નગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ તપાસ કરતા ઘટના સ્થળે કારના કાચ ફુટેલા જોવા મળ્યા હતા પણ ફાયરિંગ અંગેના અન્ય પુરાવા મળ્યા ન હતા. તેમજ બપોર સુધી ફાયરિંગનો આક્ષેપ કરનાર પણ પોલીસ મથકે આવ્યો ન હોવાથી ખરેખર ફાયરિંગ થયું છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથધરી હતી તે દરમિયાન સાંજે મુસ્તાક અકબર ખીયાણી પોલીસ મથકે આવી ફાયરિંગ થયાનું જાહેર કર્યુ હતું.પી.એસ.આઇ. બી.જી.ડાંગર સહિતના સ્ટાફે નામચીન મહંમદ ગોલીના બે પુત્રો સહિત ચાર સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.