મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નારણપુરા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના રજતજયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંસાર અને સંન્યાસ પરસ્પર વિરોધી ધ્રુવો માનવામાં આવે છે ત્યારે આપણા ત્યાં સંતોએ સંસાર વચ્ચે નિઃસ્પૃહી રહીને સંન્યાસના તપ- તપસ્યાથી સંસારના કલ્યાણની જે ભાવના સેવી છે તેનાથી ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું બની રહેવાનું છે.
આપણી સંસ્કૃતિના પાયામાં જ પ્રેમ, દયા, કરૂણા રહેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે સેવા સાથે શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ માટે કોઇની મદદ લીધા વગર સમાજ સહયોગથી અનેક સેવા સંકુલો તૈયાર કર્યા છે.