હાલમાજ સરકાર દ્વારા આપવામા આવેલી માહિતી અનુશાર જણાવાયુ હતુ કે દેશમા ગુમ થયેલા બાળકોની સૌથી વધુ સંખ્યા ગુજરાતમા છે જેથી અત્યાર સુધીમા હજારો ગુમ થયેલા બાળકોનો આજદીન સુધી પત્તો લાગ્યો નથી. તેવામા આજે સવારે ધ્રાગધ્રા આર્મીમા આવેલી કેન્દ્રીય વિધાલયમા ધોરણ ૬મા અભ્યાસ કરતો જયેશ કાનજીભાઇ સિંધવ ઉમર:-૧૧વર્ષ વાળો અચાનક સ્કુલમાથી ગાયબ થતા સ્કુલના સત્તાધીશો દ્વારા સ્કુલની આજુ-બાજુ બાળકની શોધખોળ આદરી હતી કલાકો સુધી શોધખોળ હાથ ધર્યા બાદ પણ બાળક નહિ મળતા અંતે સ્કુલ સત્તાધીશો દ્વારા બાળકના માતા-પિતાને આ બાબતની જાણ કરાઇ હતી જ્યારે સ્કુલના સત્તાધીશો અને બાળકના માતા-પિતા દ્વારા ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશન જઇ સમગ્ર વિગત જણાવી ગુમ થયેલા બાળકના ફોટો આપ્યા હતા જ્યારે સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ, યુવરાજસિંહ સહિતના સ્ટાફે બાળકને શોધવા ૫ ટીમો તૈયાર કરી હતી. પ્રાથમિક તપાસમા જાણવા મળ્યુ હતુ કે સ્કુલમાથી ગુમ થયેલો બાળક છેલ્લે ધ્રાગધ્રાના રેલ્વે સ્ટેશને જોવા મળ્યો હતો જેથી સ્થાનિક પોલીસ દ્વારા બાળક કોઇ ટ્રેનમા બેસી ગયો હોવાનુ અનાન લગાવતા ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોમા રેલ્વે પોલીસ તથા સ્થાનિક પોલીસને બાળકનો ફોટો મોકલી આપી બાળકને શોધવાની ગતિ તેજ કરી હતી. ધ્રાગધ્રા સીટી પોલીસની પાંચ ટીમો પૈકીની એક ટીમને ગુમ થયેલ બાળક ધ્રાગધ્રાની ડી.સી.ડબલ્યુ કંપની પાસે જોવા મળ્યો હોવાની વિગત પ્રાપ્ત થતા તમામ ટીમો દ્વારા ડી.સી.ડબલ્યુ કંપની પાછળના ભાગે અવાવરુ જગ્યાએ શોધખોળ હાથ ધરતા અહિ ભુગઁભમા રહેલી પાઇપલાઇનમા ફસાયેલ બાળક જોવા મળ્યો હતો જ્યારે સ્થાનિક પોલીસના આર.ડી.ચૌહાણ દ્વારા કાદવ કિચડથી ભરેલી ભુર્ગભ પાઇપ લાઇનમા ઉતરી બાળકને સહિ-સલામત બહાર કઢાયો હતો બાદમા બાળકને સીટી પોલીસ સ્ટેશન લાવતા સ્થાનિક પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો આ તરફ બાળકને પુછપરછ કરતા ગુમ થયેલા બાળકે જણાવ્યુ હતુ કે પોતે સ્કુલમાથી અપાયેલુ હોમવર્ક પુર્ણ નહિ કરતા સ્કુલના ટીચર તથા બાળકના માતા-પિતા ઠપકો આપશે તેવી બીકને લઇને બાળકે આ પગલુ ભર્યાનુ કબુલ્યુ હતુ. જ્યારે ગુમ થયેલા બાળકને ગણતરીની કલાકો મા સીટી પોલીસની ટીમ દ્વારા શોધી કાઢતા બાળકના માતા-પિતા દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરી ભરપેટ પોલીસના વખાણ કર્યા હતા.
Trending
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !
- 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન