સમજાવવા જવા વાત વણસી: પાંચ ઘવાયા
ગોંડલના વ્હોરા કોટડા રોડ પર તરૂણી સાથે મિત્રતા કરાવી દેવા બાબતે સામસામે મારામારીમાં પાંચ ઘવાયા હતા. બનાવના પગલે ઘવાયેલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં વ્હોરા કોટડા રોડ પર રમેશ બચુ ડાભીની પુત્રી સેજલ સાથે અરૂણ ભરત નામના શખ્સે સેજલના પિતરાઈ ભાઈને પફ-સોડા ખવડાવવાની લાલચ આપી સેજલ સાથે મિત્રતા કરવાનું કહ્યું હતું. પારસે ઘરે આવી પરિવારજનોને જાણ કરતા સેજલના પિતા રમેશ બચુ ડાભી, વિનોદ જશા સોલંકી અને સંદિપ વસા સોલંકી સમજાવવા જતા સામાપક્ષે ભરત, તેનો દિકરો અરૂણ સહિતના શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરતા ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જયારે સામાપક્ષે ભાવેશીંગ બટુક દેવીપુજક અને અરૂણ ભરત દેવીપુજક પર વિનોદ, સંદિપ, વસા, રાજુ અને લલીત નામના શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોંડલ પોલીસને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે દોડી જઈ ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.