રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિતના શહેરોમાં અનેક એકમો પર દરોડા પાડયા બાદ રૂ.૧૯ કરોડની જીએસટી ચોરી પકડાઈ
જીએસટી વિભાગે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિતના શહેરોમાં અનેક એકમો પર દરોડા પાડીને રૂ.૧૯ કરોડની જીએસટી ચોરી પકડી પાડી હતી. આ દરોડા બાદ જીએસટી વિભાગે એકમો પાસેથી રૂ.૫.૬૮ કરોડની રીકવરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં આવેલા મશીનરી, કેમિકલ્સ, એગ્રીકલ્ચર અને સિરામિક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગત શનિવારના રોજ પાડવામાં આવેલા આ દરોડા બાદ બે થી ત્રણ દિવસ સુધી જીએસટી દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. આ એકમોની રૂ.૧૯ કરોડની વેરા ડિમાન્ડ ઉભી થવા પામી હતી. જીએસટી વિભાગે આ ૧૯ કરોડની વેરા ડિમાન્ડ કામે ૫.૬૮ કરોડનો વેરો વસુલી લીધો છે.