મહાસત્તા અમેરિકાને ચીનની ટેકનોલોજીથી ભય: યુએસમાં એઆઈ ડેવલોપમેન્ટને વેગ આપવા ટ્રમ્પની હાંકલ.

મહાસત્તા અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના સુચનો આપ્યા હતા જેથી કરીને ચીન સામેની લડાઈમાં અડગ ઉભુ રહી શકાય. અઅમેરિકન એક્ઝિકયુટરોને સુચનો અપાયા હતા કે, ટેકનોલોજી માટે જે પણ જરૂરીયાત હોય તે પૂર્ણ કરે છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજી અને સોફટવેર ડેવલોપમેન્ટમાં અમેરિકા પહેલા ક્રમે રહ્યું છે. ત્યારે હવે એઆઈ ઈનોવેશનમાં હજુ વધારો કરવાની જરૂરીયાત છે.

વિશ્ર્વભરના દેશો સત્તા ધારણ કરવા તલપાપડ થઈ રહ્યાં છે ત્યારે અમેરિકા શાંત બેસી શકે નહીં. સ્પર્ધાત્મક યુગ પ્રમાણે આપણે પણ ટેકનોલોજી તેમજ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીથી સજ્જ બનવું પડશે. સ્ટ્રેટેજી ડેવલોપમેન્ટ માટે જેટલા પણ નાણાની જરૂરીયાત છે તે પૂર્ણ કરવામાં આવશે.

અમેરિકા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી અંગે વધુ મહેનત કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે, ચીન તેની ટેકનોલોજી અને ઉપકરણોના માધ્યમથી અમેરિકા પર દબાણ ઉભુ કરી રહ્યું છે. ચીન અબજો, કરોડો ‚પિયાના રોકાણ કરી એઆઈ ડેવલોપમેન્ટને આગળ વધારી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો અમેરિકાએ મહાસત્તાની પદવી ગુમાવવાનો વારો આવી શકે છે. માટે દેશના દરેક વિભાગમાં જ‚રીયાત મુજબ ટેકનોલોજીનો વિકાસ કરવા ટ્રમ્પની હાકલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.