લેબર બ્યૂરો નામના બિન સરકારી સંગઠન દ્વારા ૧૦,૦૦૦ યુનિટમાં કરાયો સર્વે
દેશમાં વિકાસનો દર ભલે ૭ ટકાએ પહોચ્યો પણ રોજગારી તો ૧ ટકા જ વધી છે! સર્વેના આધારે તૈયાર કરાયેલા એક રીપોર્ટમાં આમ જણાવાયું છે.
લેબર બ્યૂરો નામના બિન સરકારી સંગઠને સર્વેનાં આધારે તૈયાર કરેલા રીપોર્ટમાં દેશમાં વિકાસનો દર અને રોજગારીની તકોની તુલના કરવામા આવી છે. જે મુજબ વિકાસનો દર ભલે ૭ ટકાએ પહોચ્યો પણ રોજગારી તો ૧ ટકા જ વધી છે!
રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦,૦૦૦ યુનિટમાં સર્વે કરાયો હતો. આ યુનિટ બિન કૃષિ ક્ષેત્રના હતા જેમાં ૭.૮ લાખ લોકો બેકાર હતા અને ૨૦૧૫માં પણ સર્વે કર્યો હતો.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર પૂર્ણ બહુમતીથી ચૂંટાઈ આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ૧ કરોડ લોકોને રોજગારી આપવાની ચુનૌતી છે. ખાસ કરીને આઈટી અને બીપીઓ સેકટરમાં જગ્યાઓ ખાલી છે. તેની સામે સ્કિલ્ડ વકર્સની તંગી છે. આમ ઉંચા ફીલ્ડમાં જગ્યાઓ ખાલી છે. પરંતુ તેને લગતા યોગ્ય ઉમેદવારો નથી ગ્લોબલ શટડાઉનની અસર પણ વર્તાઈ છે. કેમકે ભારતના કુશળતા પ્રાપ્ત કારીગરો વિદેશ જેમકે ઓસ્ટ્રેલીયા અમેરીકા, યુ.કે. ન્યુઝીલેન્ડ, કેનેડા, જર્મની વિગેરે દેશોમાં જતા રહે છે. ભારત સરકારે આ વિચારવા જેવી બાબત છે. જોકે મોદી સરકારે એટલે જ મેક ઈન ઈન્ડીયા મિશન શ‚ કર્યું છે. જેથી દેશનું બુધ્ધીધન વિદેશમાં ઢસડાઈ જતુ અટકે આઈટી અને બીપીઓ સિવાય શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં ખાલી જગ્યાઓ સામે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે છે. આ ઉપરાંત ક્ધસ્ટ્રકશન, ઈન્ફ્રાસ્ટ્રકચર, હોસ્પિટાલીટી, ફૂડ સેકટરમાં રોજગારીની તકો ઉભી થઈ શકે તેમ રીપોર્ટમાં જણાવ્યું છે.
સર્વેમાં મેન્યુફેકચર, ઈન્ડસ્ટ્રીઝ, ક્ધસ્ટ્રકશન, વેપાર, સેલ્સ, ટ્રાન્સપોર્ટ, હોસ્પિટાલીટી, ફૂડ, શિક્ષણ, આરોગ્ય વિગેરે ક્ષેત્રમાં રોજગારી કેટલી વધી તે અંગે પ્રશ્ર્નોતરી કરીને વિગતો મેળવામાં આવી હતી.