વડોદરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંડીત દિનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પીને રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયની સેવાના સૂત્રને સાકાર કરવા રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ, આરોગ્ય તંત્ર અને જિલ્લા પ્રશાસનના સહયોગથી તૈયાર થયેલ ૪૪૦૦ જેટલા માં કાર્ડનં વિતરણ કરવામાં આવ્યું.
રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
જ્યારે આયુષમાનભારત-પીએમજય યોજના હેઠળ રૂા.પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે. આયુષમાન ભારત યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦ કરોડ પરિવારોની ૫૦ કરોડ ઉપરાંત જનસંખ્યાને આવરી લેવામાં આવી છે.
ગુજરાતમાં ૨.૪૪ કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. શહેરની સયાજી હોસ્પિટલમાં કેન્સરના દરદીઓને આધુનિક સારવાર મળી રહે તે માટે રૂા. ૨૩ કરોડના ખર્ચે કેન્સર વિભાગને સારવારના અત્યાધુનિક સાધનો પુરા પાડવામાં આવશે. નાણાંના અભાવે કોઇ ગરીબ દર્દી આરોગ્યલક્ષી સેવાથી વંચિત ન રહી જાય તે માટે સરકારે સંપૂર્ણ કાળજી લીધી છે. ગુજરાત સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યું છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે.ગરીબોને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા બદલ તેમણે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના કાર્યકરોને અભિનંદન.