હળવદ તાલુકાના રણમલપુર ગામે સમસ્ત ગુજરાતવરમોરા પરિવારનો તૃતિય સ્નેહમિલન રંગેચંગે સ્નેહમિલન ના અધ્યક્ષ અનિલભાઇ લાલજીભાઇ વરમોરા (મોરબી) જાણીતા ઉધોગ પતિ પ્રકાશભાઇ વરમોરા (સુરેન્દ્રનગર) પરિવારના મોભી પરસોતમભાઇ જીવરાજભાઇ રવજીભાઇ નથુભાઇ સહીત મહાનુભાવોની હાજરીમા રંગેચંગે યોજાયો હતો
ઉમિયામાતાજીની સ્તૃતિ અર્ચના બાદ ગુજરાતમાથી આવેલ વરમોરા પરિવારના અતિથીઓનુ પરંપરાગત સ્વાગત કરવામા આવેલ પ્રસંગ અનુરૂપ પ્રવચન કરતા યુવા અધ્યક્ષ અનિલભાઇ વરમોરાએ યુવાનોને વ્યસન મુકત બની સંપ અને સંગઠનની ભાવના પ્રબળ બનાવવા તેમજ સમાજને લગતા સામાજીક કાર્યો વધુ વેગવંતા બનાવવા ક્ધયા કેળવણી અને શિક્ષણ પ્રત્યે વધુનેવધુ જાગૃતતા લાવવા હાકલ કરેલ હતી જાણીતા યુવા ઉધોગપતિ પ્રકાશભાઇ વરમોરાએ યુવાનોને પ્રોત્સાહિત કરતુ ચોટદાર પ્રવચન કરેલ સમાજમા થતા ધડીયા લગ્નને આવકારેલ પરિવારના મોભીઓએ યુવાનો દ્રારા કરવામા આવતા સ્નેહમિલન સહીત કાર્યક્રમને આવકારી આશિર્વચન પાઠવેલ શિક્ષણક્ષેત્રે હરણફાળ સિધ્ધી બદલ વિદ્યાર્થીઓને ધાર્મિકભાઇ જયંતિભાઇ તરફથી શિલ્ડ આપી નવાજયા હતા ૨૫૦૦ થી વધુ વરમોરા પરિવારે સમુહભોજન લીધુ હતુ કાર્યકરમ દિપાવવા વરમોરા પરિવારે જહેમત ઉઠાવી હતી.