ચેકડેમ ભરવામાં આવે તો ઉનાળામાં દસ ગામના ખેડૂતો અને પશુપાલકો લાભ થશે : નરેન્દ્રસીંહ
ઓણસાલ હળવદ પંથકમાં નહિવત વરસાદ ના કારણે રાજ્ય સરકાર દ્વારા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કર્યો છે હળવદ તાલુકા માથી નર્મદા કેનાલો સૌથી વધુ પસાર થતી હોય ત્યારે પંથકના ખેડૂતોને શિયાળાની સિઝનમાં નર્મદા કેનાલમાંથી પાણીમળી રહેતા હજારો ખેડૂતો ના પાકો બચી ગયા હતા ત્યારે આવી રહેલ ઉનાળામાં પણ ખેડૂતો અને પશુપાલકોને અછત નો સામનો કરવા તાલુકાના બ્રાહ્મણી નદી ના કાંઠે આવેલા ૧૦ જેટલા ગામો પાસેના ૬ ચેકડેમ ભરવા સુરસાગર ડેરીના ડીરેક્ટર દ્વારા રાજ્યના નર્મદા અને સિંચાઈ મંત્રી લેખિતમાં રજૂઆત કરી છે
હળવદ તાલુકામાં સૌથી વધુ નર્મદા કેનાલ પસાર થતી હોય જેથી ખેડૂતોને હાલ શિયાળાની સિઝનમાં નર્મદાના પાણી મળી રહ્યા છે ત્યારે બ્રાહ્મણી નદીના કાંઠે આવેલાં ગામો ના ચેકડેમમાં જો પાણી છોડવામાં આવે તો આવી રહેલ ઉનાળામાં ખેડૂતો અને પશુપાલકો ને મદદરૂપ થઈ શકાય તેમ છે જેથી આઅંગે રાજ્યના નર્મદા અને સિંચાઈ મંત્રી પરબતભાઈ પટેલને હળવદ ના રાયસંગપુર ગામના અને સુરસાગર ડેરીના ડિરેક્ટર નરેન્દ્રસિંહ રાણાએ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે અમારા ગામો બ્રાહ્મણી નદીના કાંઠે આવેલા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કિસાનોના હિતમાં સુજલામ – સુફલામ યોજના અંતર્ગત બ્રાહ્મણી નદી ઉપર ૬ ચેકડેમો બાંધવામાં આવ્યા છે જે ચેકડેમો બે ડેમથી ભરી શકાયતેમ છે આ ૬ ચેકડેમો ભરવાથી હળવદ તાલુકાનાં ૧૦ ગામોના ખેડૂતો અને પશુપાલકોને લાભ થઇ શકે તેમ છે જેમાં સુસવાવ, કેદારીયા ,રાયસંગપુર મયુરનગર ,અજીત ગઢ, સહિત ૧૦ ગામના ખેડૂતો આ ચેકડેમો પર સ્વખર્ચે લાખો રૂપિયાની પાઇપલાઇનો નાખી પિયત કરે છે
પરંતુ આ વર્ષે નહિવત વરસાદ ના કારણે તમામ ચેકડેમો ખાલી ખાલી છે જ્યારે હાલ નર્મદા કેનાલમાં પણ પાણીની આવક સારી હોય અને બે ડેમમાં પણ પાણીનો સ્ટોક પુરતા પ્રમાણમાં હોય અને હાલ જીરાનું વાવેતર હોય જેથી પાણી પણ ઓછા પ્રમાણમાં જરૂર પડતુ હોય તેમજ હાલ ડેમમાં નર્મદાના પાણીની આવક ચાલુ હોય જેથી તેમાં થોડું વધારે પાણી નાખી જો ચેકડેમો ભરવામાં આવે તો આવનાર ઉનાળામાં માલઢોર તથા પીવાના પાણીની મુશ્કેલી નો વાંધો ન આવે તેમ છે તેમજ અહિના બધા ખેડૂતો દ્વારા ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે જેથી દુકાળગ્રસ્ત વર્ષમાં પશુપાલકોને મુશ્કેલી ન પડે અને અહીંથી અન્ય જિલ્લામાં પણ ઘાસચારો પહોંચાડી શકાય છે જેથી આવનાર ઉનાળામાં તકલીફ ન પડે તો પશુપાલકો અને કિસાનોના હિતમાં ચેકડેમો ભરવા વિનંતી કરવામાં આવી છે.