શબ્દ-મહોત્સવમાં સૌરાષ્ટ્રવાસીઓને કોઇ પ્રકારની અગવડ ન પડે એ વાતની પુષ્ટિ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદાધિકારીઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અફસરોએ લીધી રેસકોર્ષ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. રાજકોટ શહેરના માન. મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય અને નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ આયોજન અને વ્યવસ્થાની સમીક્ષા કરી.
સાહિત્યકારો-કવિઓ અને કલાજગતનાં કસબીઓથી ભરપૂર એવા સૌરાષ્ટ્ર પ્રદેશનો પાંચ-દિવસીય વિશાળ પુસ્તકમેળો, જેમાં ભાગ લેશે ગુજરાત સહિત દેશભરનાં નામી પ્રકાશકો! શબ્દ સંવાદ, તરવરાટ સાહિત્ય સંધ્યા, સર્જન વર્કશોપ, ભાષાનું ભવિષ્ય, ઓથર્સ કોર્નર, તરતો સ્ટોલ અને ગિફ્ટ-એ-બુક જેવા વિશેષ કાર્યક્રમો!
સૌરાષ્ટ્રનાં સૌથી વિશાળ સાહિત્યોત્સવ, ‘સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલ’ આડે ફક્ત એક દિવસ બાકી રહી ગયો છે. આવતીકાલે સાંજે ૬ વાગ્યે ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન થનાર છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની સાહિત્ય-કલાપ્રેમી જનતાની તમામ સગવડતાઓ સચવાઈ રહે તેમજ પાંચ દિવસનાં કાર્યક્રમો દરમિયાન તેમને કોઇ મુશ્કેલી ન વેઠવી પડે એ માટે આજરોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પદાધિકારી તથા અફસરોએ વિશેષ મુલાકાત લીધી હતી. આજે રાજકોટ શહેરના માન. મેયર બીનાબેન આચાર્ય અને નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા કલકેટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ સ્થળ પર જઈ સમગ્ર આયોજન અને એ માટેની આનુસાંગિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
રાજકોટ શહેર કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય અને શ્રી નીતિનભાઈ ભારદ્વાજે વ્યક્તિગત રીતે સમગ્ર આયોજન અને ડોમની ચકાસણી કરી. પાંચ દિવસનાં તમામ કાર્યક્રમોની સૂચિ અને વ્યવસ્થા પર સવિશેષ ધ્યાન આપવામાં આવ્યું.
સૌરાષ્ટ્ર બુક-ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં તમામ કમિટી મેમ્બર્સ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી. કમિટી અધ્યક્ષ સી.કે.નંદાણી, ડૉ. મેહુલભાઈ રૂપાણી, એચ.આર.પટેલ, એન.એમ.આરદેશણા, અમિત ચોલેરા, કે.બી.ઉનાવા, ડૉ.વિજય દેશાણી, પ્રકાશ દુધરેજિયા, નિલેશ સોની, હિરેન ઘેલાણી, આર.જી.પરમાર તેમજ અન્ય સભ્યો બી.યુ.જોશી, નવિન ભાઈ, ડી.વી.મહેતા, સર્વેશ્વર ચૌહાણ, ડૉ. કલ્પિતભાઈ સંઘવી, જતિન સંઘાણી, શૈલેષ જાની, રાજેશભાઈ કાલરિયા, આશિષ જોશી, કે.ડી.હાપલીયા, બી.એલ.કાથરોટિયા, એ.બી.ચોલેરા, પી.પી.રાઠોડ, ભગીરથસિંહ માંજરિયા, પાર્થરાજસિંહ કામલીયા, જયભાઈ ટેવાણી, મયુરસિંહ હેરમા, એન.આર.પરમાર, આર.એન.ચુડાસમા, ડી.બી.પંડ્યા, રોહિત મોલીયા, સમિર ધડુક, બી.જે.ઠેબા, એ.એમ.મિત્રા, અશ્વિન રાઠોડ, પરખ ભટ્ટ અને જયેશભાઈ પણ ખાસ હાજર રહ્યા.
તારીખ ૯ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર સૌરાષ્ટ્ર બુક-ફેરની અંગેની તમામ માહિતી મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પોતાનાં મનગમતાં વક્તા-સાહિત્યકાર-લેખકને સાંભળવા માટે વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન થઈ શકશે.