૩૦માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજન, વિજેતા વિદ્યાર્થીઓ માટે ઈનામોની વણઝાર
૩૦ માર્ગ, સલામતિ સપ્તાહ અંતર્ગત રાજકોટના બાલભવન ખાતે ચિત્ર સ્પધર્ાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૦૦ જેટલા વિઘાર્થીઓઅિે ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં ટ્રાફીક અવેરનેસની થીમ રાખીને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જે.સી.પી. સિઘ્ધાંત ખત્રી સહીતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ચિત્ર સ્પર્ધામાં ૧ થી ૩ નંબર પર ઉર્તીણ થનાર વિઘાર્થીઓને ઇનામ તેમજ ભાગ લેનારા બધા વિઘાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
ટ્રાફીક એવરનેસમાં વિઘાર્થીઓની મહત્વની ભુમીકા આર.ટી.ઓ. ના ઇન્સ્પેકટર રોહીલ પટેલઅ ે માર્ગ સલામતી સપ્તાહ જન જાગૃતિ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. તેનો મુખ્ય હેતુ ‘સડક સુરક્ષા જીવન રક્ષા’ છે. જેના અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યુ છે. જેમાં બાળકો ટ્રાફીક સિગ્નલ અવેનેસ યોજાય એવી થીમ સાથે આયોજન કરેલ છે. આવનારા દિવસોમાં પોલીસ અને આર.ટી.ઓ. તરફથી ટ્રાફીકને લગતી ચેકીંગ ચાલુ જ થઇ ગઇ છે.
એમ.એસ. અન્સારી ફેબ્રુઆરીના બીજા અઠવાડીયામાં ૩૦માં માર્ગ સલામતી સપ્તાહ હેઠળ રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. તથા બાલભવનમાં જીતુભાઇ કોટેચા અને તમામ લોકાેએ સાથે મળીને ટ્રાફીક અવેરનેશનો કેમ્પેઇન ચાલુ કરેલી છે જેના ઉપક્રમે આજે સ્કુલના બાળકો આવ્યા છે. અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યુ છે. આ ચિત્ર સ્પર્ધામાં ટ્રાફીક અવેરને, ટ્રાફીક નિયમો, સલામતિ નિયમોને ઘ્યાનમાં તેમજ બાળકો દેશનું ભવિષ્ય છે એટલે અમે એવું ઇચ્છીએ છીએ કે બાળકો આબાબતે ટ્રેઇન થાય અને નિયમોનું પાલન કરે.
ભાવિ નાગરિકોમાં ટ્રાફીક સેન્સ કેળવાશે 🙁જે.સી.પી.) સિઘ્ધાર્થ ખત્રી
ભારત સરકારની સુચના મુજબ રોડ સલામતી સપ્તાહ ઉજવાય રહ્યો છે. ભારતમા દર વર્ષે ૧.૫ લાખ થી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને ૮૦ ટકા ડ્રાઇવર ટ્રાફીકના નિયમો પાળતો નથી એના કારણે રોડ અકસ્માત થાય છે માર્ગ સુરક્ષા જીવન રક્ષા જે અત્યારનું સ્લોગન છે. માર્ગ પર સુરક્ષા માટે નાનાપણથી બાળકો ટેવાયેલા રહે તેના માટે અમે આ સ્૫ર્ધાનું આયોજન કર્યુ છે.
ચિત્ર સ્પર્ધામાં બાળકો અલગ અલગ પ્રકારના ટ્રાફીક નિયમો અંગે ચિત્રો દોરશે એમા જે શ્રેષ્ઠ હશે એમને અમે ઇનામ આપશુ અને ભાગ લેનાર દરેક વિઘાર્થીનેુ પ્રમાણપત્રની સાથે ટોકન સો ‚પિયાનું ઇનામ પણ આપીશું અમારુ હેતુ એ છે બાળકો ઘરે જઇને ચર્ચા કરશે એ બહાને બાળકોમાં નાનપણથી ટ્રાફીક નિયમનું પાલન કરે અને શીખે તેમજ ભવિષ્યમાં નાગરીક તરીકે નિયમ પાળી જેથી લોકો સુરક્ષીત બને.
ટ્રાફીક સમજ સાથે કૌશલ્ય ખિલવવાની તક મળી: દેવ પાણખારીયા
હું રાજકોટવાસીઓને કહેવા માંગું છું કે ટ્રાફીકના નિયમોને પાળવા જોઇએ તેમજ ટ્રાફીક પોલીસની વાત માનવી જોઇએ અને હેલ્મેટ પહેરવો જોઇએ કારણ કે એ આપણી સુરક્ષામાં જ આવે છે. જો આ સ્પર્ધામાં ટ્રાફીકના નિયમો ને લઇને ચિત્ર દોર્યુ છે. તેમજ મને આ સ્પર્ધામાં ભાગ લઇને ખૂબ જ આનંદ થાય છે.