ભારત સરકારના મહિલા તેમજ બાળવિકાસ મંત્રાલય દ્વારા બાળ સુરક્ષા સર્વિસ દાદરાનગર હવેલીના રાજય બાળસુરક્ષા સોસાયટી, દાદરાનગર હવેલી દ્વારા ખેરડી બારીપાડા ઉપર પ્રાઈમરી સ્કુલ મરાઠી માધ્યમમાં પોકસો એકટ, બાળ અધિકાર, બાળ વિવાહ, બાળ મજુરી, ચાઈલ્ડ હેલ્પલાઈન પર સ્કુલના વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા સર્વિસના રાજય કાર્યક્રમ નિર્દેશક પ્રશાંત બરડે, સ્કુલના હેડ માસ્ટર વરછા તેમજ શિક્ષકગણ તેમજ કાર્યક્રમ અધિકારી દિપ્તી ચૌધરી, જયોતિ પટેલ ઉપસ્થિત રહ્યા. રાજય કાર્યક્રમ નિર્દેશક પોકસો એકટ ૨૦૧૨ અંતર્ગત ગુડ ટચ અને બેડ ટચ ચાઈલ્ડ હેલ્પલાઈન નં.૧૦૧૮, બાળ અધિકાર, બાળ વિવાહ રોકવાના હેતુ અને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેના પર સવિસ્તાર સમજાવવામાં આવ્યું.