રાજકોટ ચેમ્બરની મુખ્યમંત્રીને રજુઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટી દ્વારા રાજકોટ-સુ.નગર ડબલ ટ્રેકની કામગીરી ઝડપી બને તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. હાલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટી દ્વારા ડબલ ટ્રેકની કામગીરીમાં અવરોધ રુપ જમીન સંપાદનમાં સુ.નગર -મોરબી અને રાજકોટ જીલ્લા સહીત થતી કામગીરીને ઝડપથી પુરી કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિત્વ મંડળ પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયા, માનવ મંત્રી નૌતમ બારસીયા, માનદ મહામંત્રી કિશોરભાઇ રુપાપરા, ટ્રેઝર ઉત્સવ દોશી સહીત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને મળીને જમીન સંપાદન અંગે થતા વિલંબની વિગતવાર ચર્ચા કરીને વ્હેલાસર પૂર્ણ કરવા માટે રજુઆત કરી હતી.