ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 158 રન કર્યા છે. કિવિઝ માટે કોલીન ડી ગ્રાન્ડહોમે સર્વાધિક 50 રન કર્યા હતા. જયારે રોસ ટેલરે 42 અને કેન વિલિયમ્સને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ 3 વિકેટ, ખલીલ અહેમદ 2 વિકેટ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી. કિવિઝે છેલ્લી 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી માત્ર 37 રન કરી શક્યું હતું.
ભારતને સિરીઝમાં જીવંત રહેવા 159 રનની જરૂર છે.
ભારતીય બોલર:
બોલર | ઓવર | રન | વિકેટ |
ભુવનેશ્વર કુમાર | 4 | 29 | 1 |
ખલીલ અહેમદ | 4 | 27 | 2 |
હાર્દિક પંડ્યા | 4 | 36 | 1 |
કૃણાલ પંડ્યા | 4 | 28 | 3 |
યૂઝવેન્દ્ર ચહલ | 4 | 37 | 1 |