રથયાત્રા દરમિયાન ૫૦૦ જેટલા બાઈક જુનાગઢના રાજમાર્ગ પર ફરશે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દ્વાદશ જયોતિર્લિંગ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ અંગે આજરોજ જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની બેઠક અને પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. ગુજરાતમાં દરેક જીલ્લાની અંદર દ્વાદશ જયોતિર્લિંગમાં અલગ-અલગ ફલોટની રથયાત્રા તા.૧૭/૨/૨૦૧૯ થી ૨૨/૨/૨૦૧૯ સુધી ગુજરાતના ૩૩ જીલ્લામાં ફરશે તેમાંથી કાશી વિશ્વનાથ ફલોટ રથયાત્રા સોમનાથથી મોરબી તા.૧૭/૨/૨૦૧૯ના રોજ જશે અને મોરબી, રાજકોટ, જુનાગઢ સહિતના ૩ જીલ્લામાં પ્રથમ દિવસે ફરશે અને તા.૧૮/૨/૨૦૧૯ તથા ૧૯/૨/૨૦૧૯ના રોજ મોરબી અને એક દિવસ રાજકોટ તથા ૨૧/૨/૨૦૧૯ તથા ૨૨/૨/૨૦૧૯ના રોજ જુનાગઢ જીલ્લામાં ફરશે. તા.૨૧/૨/૨૦૧૯ના સવારે જેતપુરથી ભેંસાણ, બિલખા, વિસાવદર, મેંદરડા અને રાત્રીના જુનાગઢ રોકાણ કરશે.
તેમજ ભોજન તથા નગરમાં અલગ-અલગ જગ્યાએ રહેશે અને તા.૨૨/૨/૨૦૧૯ના રોજ પ્રસ્થાન કરશે અને વંથલી, માણાવદર થઈને સોમનાથ ખાતે સાંજ સુધીમાં પરત ફરશે. આજે યોજાયેલી પત્રકાર પરીષદમાં સોમનાથના ટ્રસ્ટી જનરલ મેનેજર ચાવડા તથા ભાવેશભાઈ તેમજ સમિતિના ક્ન્વીનર અને વિશ્વ હિન્દુ પરીષદ આ કાર્યક્રમમાં સહભાગી પાસે કેતનભાઈ પરસાણા તેમજ વિશ્વ હિન્દુ પરીષદ જુનાગઢ જીલ્લાના મહામંત્રી પ્રવિણભાઈ ભટ્ટ તથા સમીરભાઈ મોરવાડીયા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે પત્રકાર પરીષદને ભાવેશભાઈ વેકરીયા તથા સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા અને અગ્રણીઓએ રથયાત્રા અંગે માહિતી આપી હતી. ૨૧ ફેબ્રુઆરીના રોજ ૪ વાગ્યાના સુમારે ઈવનગરથી રથયાત્રા પ્રવેશશે ત્યારે ૫૦૦ જેટલા બાઈકો જુનાગઢના રાજમાર્ગ પર તેમની સાથે ફરશે.