રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત પ્રવેશથી વંચિત રહેલા બાળકોને સમાવવા જિલ્લા શિક્ષણાધિકારીને આક્રોશભેર રજુઆત: પોલીસ બોલાવી પડી

રાજકોટમાં રાઈટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ અને પછાત વર્ગના બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવા મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વાલીઓ હંગામો મચાવી રહ્યા છે. આજે સતત ચોથા દિવસે કોંગી કાર્યકરોએ આરટીઈ મુદે જિલ્લા શિક્ષણાધિકારીને જુતાનું તોરણ બતાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

રાજકોટના નવનિયુકત જિલ્લા શિક્ષણાધિકારી ડો.એમ.આર.સગારકાને આજે ચાર્જ સંભાળતાથી સાથે જ વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડયો હતો. આજે બપોરે કોંગ્રેસના રણજીતભાઈ મુંધવાની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશથી વંચિત રહેલા બાળકો મુદ્દે ડીઈઓ અને સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગી કાર્યકરો જિલ્લા શિક્ષણાધિકારીને આરટીઈમાં પ્રવેશથી વંચિત બાળકોને સમાવી લેવાની રજુઆત કરવા આવ્યા હતા પરંતુ વાતચીત દરમિયાન ગરમાગરમીનો માહોલ સર્જાતા એક તબકકે કોંગી કાર્યકરોએ નવનિયુકત જિલ્લા શિક્ષણાધિકારીને જુતાનું તોરણ બતાવી વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કર્યા હતા. વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવી પડી હતી. એ ડિવીઝનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી રાઈટ ટુ એજયુકેશન મુદ્દે બાળકોને પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વાલીઓનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ઉપરાંત છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી હોવાથી સતાવાર નિર્ણય લઈ શકે તેવો કોઈ વ્યકિત સતા પર ન હતા પરંતુ ગઈકાલે જ રાજય સરકાર દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના શિક્ષણાધિકારી ડો.એમ.આર.સગારકાની રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણુક કરતા રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ આપવા, ફી વિધેયક સહિતના ઘણા બધા પ્રકરણ નવનિયુકત જિલ્લા શિક્ષણાધિકારી સામે પડકાર‚પ બન્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.