ત્રિપલ તલ્લાક કાયદાનો મોદી સરકાર મુસ્લિમોને જેલમાં નાખવાના હથીયાર તરીકે ઉપયોગ કરવા માંગે તો કોંગ્રેસી સાંસદનો દાવો: કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિનું વધુ એક ઉદાહરણ બહાર આવ્યું
દેશની સામાજીક વ્યવસ્થામાં આમુલ પરિવર્તનના એકપછી એક પગલા લેવા માટે મેદાનમાં ઉતરેલા વડાપ્રધાન મોદીના મુસ્લિમ મહિલા ઉપર તલ્લાકના નામે થતા અત્યાચારને નાબુદ કરવા ત્રિપલ તલ્લાક નિષેધ ખરડા સામે કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે વિરોધ કરી આ ખરડાનો મોદી સરકાર મુસ્લિમોને જેલમાં ધકેલવાના હથીયાર તરીકે હોવાનો અને જો કોંગ્રેસ સતા પર આવશે તો ત્રીપલ તલ્લાક બિલ રદ કરવામાં આવશે તેવી જાહેરાત કરી રાજકીય ક્ષેત્રે ચૂંટણી ટાંણે જ બળતામાં ઘી હોમાયું હોય તેવી સ્થિતિ સર્જી છે.
સુષ્મિતા દેવે દાવો કર્યો છે કે દેશમાંથી આ કાયદા સામે મુસ્લિમ મહિલાઓનાં હજારો કાગળ મળ્યા છે. અને આ કાયદાનો મુસ્લિમા મહિલાઓમાં જ વિરોધ ઉઠવાનો દાવો કર્યો હતો.
મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ સુષ્મિતા દેવે જણાવ્યું હતુ કે આ કાયદાથી મુસ્લિમ સમાજમાં પુરૂષ અને મહિલાઓ વચ્ચે સામસામા જંગની સ્થિતિ ઉભી થઈ છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમોને જેલમાં ધકેલવાનાં હથીયાર તરીકે કાયદાનો ઉપયોગ કરશે તે માટે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.
શીલચારના મહિલા સાંસદે દાવો કર્યો છે કે ત્રીપલ તલ્લાક નિષધને કાયદો બનતો રોકવાની માંગ સાથે દેશમાંથી લાખો પત્રો કોંગ્રેસને મળ્યા છે તેમણે જણાવ્યું હતુ કે ૨૦૧૯મા કોંગ્રેસની સરકાર સત્તા માં આવશે તો આ કાયદો રદ કરવામાં આવશે અને તેની સામે મહિલાઓનું સુરક્ષા ખરા અર્થમાં પ્રસ્થાપિત થાય તે માટે કોંગ્રેસ નવો કાયદો લાવશે.
કોંગ્રેસના સાંસદએ માધ્યમો સામે આ વાતની ફોડ પાડી હતી કે કોંગ્રેસ સરકારના પ્રોટેકશન ઓફ રાઈટ ઓફ મેરેજ બિલ ૨૦૧૮ને રદ કરવાની તરફેણ કરી રહી છે
કોંગ્રેસ ત્રિપલા તલ્લાકના ખરડો સુપ્રીમ કોર્યમાં ગેરકાનૂની ઠેરાવાયો છતા સરકારે તેને કાયદાનું જ રૂપ આપ્યું તેની સામે વાંધો છે.
ત્રિપલ તલ્લાકનાં કાયદામાં ઘણા પ્રશ્નો અનુતર, સમસ્યા બનીને સામે આવે તેમ છે. પત્નિને મૌખીક ત્રીપલ તલ્લાક આપનાર પુરૂષ જેલમાં જાય ત્યારે બાળકો અને પત્નિનું ભરણ પોષણ કેવી રીતે થાય આ કાયદાનો ઉપયોગ વ્યહવારૂ ન હોવાનું જણાવી અનેક કારણોથી કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરશે તેમ જણાવ્યું હતુ.
લોકસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે કોંગ્રેસે એકાએક ત્રિપલ તલ્લાક ખરડાનો મુદો ઉઠાવી દેશમાં એક નવા જ પ્રકારની રાજકીય અને સામાજીક ચર્ચાને જન્મ આપ્યો છે.
વિશ્ર્વમાં અનેક મુસ્લિમ દેશોમાં પણ ઉતાવળે પતિ દ્વારા આપવામાં આવતી મૌખીક ત્રીપલ તલ્લાક કાયદેસર ગણવામાં આવતી નથી મુસ્લિમ સમાજના પણ કેટલાક સંપ્રદાયોમાં મૌખિક તલાક માન્ય રાખવામાં આવતી નથી. પતિ પત્નિ વચ્ચે ઝઘડો થાય તો નિશ્ચીત સમયગાળાનું અંતર રાખીને તલાકના નિર્ણય ને ત્રણ વાર વિચાર કરવાનુ છે.
રાહુલ ગાંધી અયોઘ્યામાં રામ મંદિર બંધાવશે
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ભોપાલ સ્થળે યોજાનારી સભાના સ્થળે કોંગ્રેસના કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર રાહુલ ગાંધી અયોઘ્યામાં રામ મંદિર બંધવાશે એવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
કોંગ્રેસ હિન્દુત્વ મુદ્દે પણ દિલમાં જગા રાખતા હોવાનો સંકેતો અને આજે બપોર પછી ભોપાલમાં ચુંટણી સભા સંબંધતા આવનારા રાહુલ ગાંધીને રામભકત ચિતરવા માટે કોંગ્રેસ કાર્યકરોએ પોસ્ટરમાં અયોઘ્યા મુદ્દો ચમકાવી દીધો હતો.
ભોપાલમાં ચમકેલા આ પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી અયોઘ્યામાં રામ મંદીર બંધાવશે.
રાહુલ ગાંધીના વિશાળ આઉટકંટ પોસ્ટર સાથે લગાવાયેલા હોડિંગમાં સર્વ સહમતિ એ અયોઘ્યા મેં રામમંદીર બનવાયેગા! ઐસા રામભકત રાહુલ ગાંધી કા ભોપાલ મે સ્વાગત
અમિત શાહે રામમંદીરનો મુદ્દે ઉઠાવ્યો ત્યારે જ ભોપાલ કોંગ્રેસે અયોઘ્યા રામ મંદીરના નિર્માણ માટે રાહુલ ગાંધીને સંકલ્પ સિઘ્ધ ગણાવ્યા છે.
અલીગઢમાં અમિત શાહે કોંગ્રેસ સમાજ વાદી પાર્ટી અને બસપાને આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવા સભામાં જ લલકાર કર્યો હતો. અમિત શાહ હરેક ચુંટણી સભામાં રામ મંદીરનો મુદ્દો અવશ્ય ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસે પણ ચુંટણી સમયે પોસ્ટર યુઘ્ધમાં રામ મંદીરને સ્થાન આપતા દેશની રાજનીતીમાં નવા આયામ ઉભા થયા છે.
રામભકત રાહુલ ગાંધી અયોઘ્યામાં રામ મંદીર બનાવશે ના હોડીંગમાં મુખ્યમંત્રી કમલનાથને હનુમાન અને ગુરુભકત તરીકે ચીરતરવામાં આવ્યા છે. એકા એક કોંગ્રેસે પોસ્ટરમાં રામ મંદીર નો મુદ્દો ચમકાવના આ મુદ્દે હજુ કોંગ્રેસના પ્રવકતાઓએ મોઢુ બંધ રાખ્યું છે. અને પોસ્ટરનો આ વિષય સ્થાનીક કાર્યકરોએ ઉભા કર્યો હોવાનું જણાવ્યું હતું.
રાજયના કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજીએ કહ્યું હતું કે કોંગ્રેસ ધરમની રાજનીતીમાં માનતું નથી. રામ મંદીરનો આ મુદ્દો કાર્યકરોએ ઉઠાવ્યો હોવાનું થોડા દિવસો પહેલા કોંગ્રેસના પોસ્ટરોમાં ભગવાન રામના નામના ઉલ્લેખ સામે અદાલતમાં દાદ થઇ હતી. રાહુલ ગાંધીને ભગવાન રામ સાથે સરખાવતા હિદુની લાગણી દુભાઇ હતી.
ગયા રવિવારે રાહુલ ગાંધીએ પટણામાં યોજેલી જન આક્રોશ રેલી પૂર્વે લાગેલા સરખાવના મુદ્દા પટણા કોર્ટમાં જનક્રાંતિદળના રાકેશ દત્ત મિશ્રાએ ફરીયાદ કરી રાહુલ ગાંધીને ભગવાન રામ સાથે સરખાવી હિન્દુઓની લાગણી દુભાવી હોવાનું જણાવ્યું હતું.
ભાજપના પ્રભાત ઝાંએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અયોઘ્યા મુદ્દો પોસ્ટરમાં શા માટે ઉપાડે છે? તે ગંભીર હોય તો આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવી પડે