ધ્રાગધ્રા શહેરના બસસ્ટેન્ડ પાસે આજે વહેલી સવારે એક યુવતિ મળી આવી હતી શહેરમા પેટ્રોલીંગ કરતા હેડ કોન્સ્ટેબલ આર.ડી.ચૌહાણ દ્વારા બસસ્ટેન્ડ વિસ્તારમા શંકાસ્પદ યુવતિ નજરે પડતા તેની પુછપરછ કરી હતી પરંતુ મગજ અસ્થિર હોવાના લીધે યુવતિ પોતાની ઓળખ નહિ આપી શકતા યુવતિને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાઇ હતી.
જ્યા કલાકોની પુછપરછ બાદ અસ્થિર મગજ ધરાવતિ યુવતિ પાસેથી પોતાના પરીવારની માહિતી મળી ન હતી જ્યારે પોલીસ દ્વારા પુછપરછમા આ યુવતિ માત્ર રડતી હોય અને પોતાના ઘરે જવુ છે તેમ જણાવતા વધુ કઇ કહેતી ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટીએ તેની ભાષા પરથી આ યુવતિ છોટાઉદયપુર જીલ્લાની હોવાનુ માનવામા આવે છે.
ધ્રાગધ્રા પોલીસ દ્વારા યુવતિની સાથે કઇ અણ બનાવ બને તે પહેલા તેનો કબ્જો મેળવી સલામતી આપી હતી જ્યારે હાલ પોલીસ દ્વારા સોશીયલ મિડીયામા યુવતિનો ફોટો જાહેર કરી ગોધરા તથા છોટા ઉદયપુર તરફના તમામ પોલીસ સ્ટેશનોમા જાણ કરી દેવાઇ છે.
ત્યારે આ બાબતે ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ દ્વારા જણાવાયુ હતુ કે ધ્રાગધ્રા પંથકના ગામોમા મજુરી કામ માટે કેટલાક પરપ્રાંન્તિય લોકો આવે છે જે રીતે આ યુવતિનો પરીવાર પણ આવ્યો હશે રાત્રીના સમયે બસસ્ટેન્ડ વિસ્તાર પાસે મગજ અસ્થિર હોવાથી યુવતિ તેના પરીવારથી વિખુટી પડી ગઇ હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ હાલ યુવતિ પોલીસ પાસે સલામત છે અને તેઓના માતા પિતાની ભાળ મેળવવા પોલીસે તમામ પ્રયત્નો શરુ કરી દીધા છે.