વેલેન્ટાઈન વીકમાં આજે પ્રપોઝ ડે છે. પ્રપોઝલનો સ્વીકાર પણ થાય ને અસ્વીકાર પણ થાય. કોઈ ગમતીલું પાત્રનું કલોઝ થવું હોય તો પહેલા પ્રપોઝલ તો આપવી પડે ને…. તેવીજ રીતે કોઈપણ છોકરાને છોકરી કે પછી છોકરી ને છોકરો ગમતો હોય તો તો પ્રપોઝલ એટલે કે દિલ દેવાની દરખાસ્ત મોકલવી પડે. આજે કેટલા પ્રેમી યુવાઓ એ ડીઅર કે ડાર્લિંગને કહી ને પ્રપોઝ કર્યું હશે.
જો કોઇને પ્રપોઝ કરવુ હોય તો તેના માટે સૌથી બેસ્ટ સમય ફેબ્રઆરી મહિનો છે છે. તેમાં પણ આ વેલેન્ટાઇન વીક તો સૌથી બેસ્ટ છે પ્રેમનું અહેસાસ કરવવા માટે. આ સમયગાળા દરમ્યાન ગર્લ્સ-બોયઝ એકબીજા સાથે રિલેશનશિપ શરુ કરવા માટે પૂછતા હોય છે.
પ્રપ્રોઝ કરવાની સ્ટાઇલ
હવે પ્રપોઝ કરવા માટેની નવી સ્ટાઇલ કેટલાય સમયથી આવી છે. બોયઝ લોકો પ્રપોઝ કરવા માટે અનેક પ્રકારના નુસખાઓ અપનાવતા હોય છે. ખાસ કરીને ફિલ્મોમાં તમે જોયુ હશે કે હિરો પોતાના ઘૂંટણીયે બેસીને હિરોઇનને પ્રપોઝ કરતા હોય છે. પરંતુ હવે પ્રપોઝ કરવાની સ્ટાઇલ પણ બદલાઇ ગઇ છે. જેના લીધે ગર્લ્સના ‘હા’ પાડવાના ચાન્સીસ પણ વધી ગયા છે.
‘ડેસ્ટિનેશન પ્રપોઝલ’ યુવાનોમાં હવે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા બની ગઇ છે. જેમાં બોયઝ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કોઇ સુંદર કુદરતી નેચરવાળી જગ્યાએ લઇ જાય. અથવા તો કોઇ એવુ લોકેશન જ્યાં ગર્લ્સ વધુ ઇમ્પ્રેસ થઇ જાય તો ત્યાં ગર્લ્સના ‘હા’ કહેવાના ચાન્સીસ વધી જાય છે. ગર્લ્સને પ્રપોઝ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે એ જગ્યા તમારી ગર્લફ્રેન્ડને સૌથી વધુ ગમતી હોવી જોઇએ.
કોઇ દરિયાઇ બીચ, હિલ સ્ટેશન જેવી જગ્યાઓ ગર્લ્સને વધુ ગમતી હોય છે આથી આવી કોઇ જગ્યાએ જો ગર્લ્સને પ્રપોઝ કરવામાં આવે તો તેની સાથે-સાથે જો ચોકલેટ કે રંગબેરંગી ફુલો રાખીને પ્રપોઝ કરવામાં આવે તો તેને પ્રપોઝ કરવાની સૌથી સારી રીત માનવામાં આવે છે.