બેરોજગારીનો છેદ ઉડાડતા મોદી
માલવાહક વાહનો હોટલો સહિતના ક્ષેત્રમાં વધારાની ૯૦ ટકા સુધીની રોજગારીનું નિર્માણ થયાનો નરેન્દ્ર મોદીનો દાવો
દેશમાં બની રહેલા નવ હાઈવે, એરપોર્ટો અને ઘરોમાં શ્રમિક વર્ગના કરોડો લોકોને રોજગારી મળી છે: સ્ટાર્ટઅપ ઈન્ડીયા યોજનાના કારણે લાખો યુવાનોને સ્વરોજગારી મળ્યાનું મોદીનું કથન
છેલ્લા થોડા દાયકાથી દેશના યુવાનોમાં મહેનત વગરની રોજગારી તરફનો ક્રેઝ વધતો જાય છે. જેના કારણે તેઓ શ્રમિક ક્ષેત્રની રોજગારીને યોગ્ય રોજગારી માનતા નથી જેના કારણે છેલ્લા થોડા વર્ષોમાં સર્વક્ષેત્રમા થયેલા વિકાસ બાદ કરોડો શ્રમિક રોજગારીનું નિર્માણ થયું હોવા છતાં બેરોજગારીની બુમો ઉઠતી રહે છે.
જેની વિપક્ષો પણ દેશમાં બેરોજગારી વધ્યાનો આક્ષેપો કરતા રહે છે. જેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે લોકસભામાં તેમના ૪.૫ વર્ષનાં શાસનમા શ્રમિક ક્ષેત્રમાં ૯૦ ટકા સુધીની નવી રોજગારીનું નિર્માણ થયાનો દાવો કર્યો હતો. તેમને રોજગારીની પ્રકૃત્તિ બદલાઈ ગઈ હોય શ્રમિક ક્ષેત્રની રોજગારીને રોજગારી ગણવામાં ન આવતી હોય આવા આક્ષેપો થઈ રહ્યાનું જણાવ્યું હતુ.
બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવમાં ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે લોકસભામાં ૧૦૦ મીનીટ સુધી સંબોધન કર્યું હતુ જેમાં તેમને તેમના ૪.૫ વર્ષનાં શાસનમાં ભારતનો સર્વાંગી વિકાસ થયાનો દાવો કર્યો હતો. વિપક્ષોનાં દેશમાં બેરોજગારી વધી રહ્યાના આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું હતુ કે ૫૫ વર્ષનાં કોંગ્રેસની સરકારમાં રોજગારી કોઈ મુદો જ ન હતો.
દેશમાં રોજગારીની પ્રકૃતિ બદલાય ગઈ છે. સંગઠીત ક્ષેત્રમાં કે જે ૧૦ થી ૧૫ ટકા રોજગારી આપે છે. તેને જ હવે રોજગારી ગણવામાં આવે છે. પરંતુ અસંગઠીત ક્ષેત્ર એટલે કે મહેનતવાળુ શ્રમિક કામ ૮૫ થી ૯૦ ટકા રોજગારી આપે છે. તેને જ રોજગારી ગણવામાં આવતી નથી લોકો સંગઠીત ક્ષેત્રની રોજગારીનો આંકડાને ધ્યાનમાં રાખી આવા આક્ષેપો કરે છે.
છેલ્લા ચાર વર્ષમાં દેશમાં ૩૬ લાખથી વધારે મોટા ટ્રકો કે ટ્રાન્સપોર્ટ વહનો અને ૧.૫ કરોડથી વધારે કોમર્શિયલ વાહનો ખરીદવામાં આવ્યા છે આવાહનો પાર્કિગ માટે નથી ખરીદવામાં આવ્યા તેમ જણાવીને મોદીએ ઉમેર્યું હતુ કે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ચાર વર્ષમાં ૧.૫ કરોડ લોકોને રોજગારી મળી છે.
દેશમાં હોટલની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો છે.
દેશમાં ટેકસી અરગ્રેટર સર્વીસનો વિસ્તાર થઈ રહ્યો છે. તેમાં પણ અનેક લોકોને રોજગારી મળી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતુ કે આયોજના હેઠળ પહેલીવાર લોન મેળવનારા લોકોની સંખ્યા ૪.૨૫ કરોડની વધારેની છે તેમને આ લોન દ્વારા પોતાની રોજગારી પણ શરૂ કરી દીધું છે. પરંતુ આ રોજગારી મેળવનારા લોકો જોબ ડેટામાં નથી હોતા.
દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ૧.૫ લાખથી વધારે કોમન સર્વીસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ સર્વીસ સેન્ટરો દ્વારા ૩થી ૫ યુવાનોને રોજગારી મળી છે. દેશના પ્રવાસન ક્ષેત્રમાં ૧.૫ કરોડ રોજગારીનું નિર્માણ થયું છે. દેશમાં બેગણી ગતિથી નવા હાઈવે બની રહ્યા છે. નવા એયરપોર્ટો બની રહ્યા છે. નવા ઘરો બની રહ્યા છે. તેમાં લોકોને શું રોજગારી નથી મળી રહી તેવો પ્રશ્નાર્થ કરીને મોદીએ સ્ટાર્ટઅપ ઈન્ડીયા જેવી સ્વરોજગારી આપતી યોજનાના કારણે દેશના યુવાનો વધુ રોજગારી મળી છે.
સપ્ટેમ્બર ૨૦૧૭થી નવેમ્બર ૨૦૧૮ વચ્ચે આસરે ૧ કરોડ લોકોએ પહેલીવાર પોતાના પીએફના પૈસા કપાવવાની શરૂઆત કરી હતી.જેમાં ૬૪ ટકાથી વધારેની ઉંમર ૨૮ વર્ષની આવે છે. દેશમાં માર્ચ ૨૦૧૪માં ૬૫ લાખ લોકો નેશનલ પેન્શન સ્ક્રીમમાં જોડાયા હતા.
જેમાં ગતવર્ષનાં ઓકટોબર માસ સુધીમાં ૧ કરોડ ૨૦ લાખ લોકો જોડાયા છે. આ પણ વગર રોજગારીએ થઈ ગયું છે. તેમ જણાવીને મોદીએ છેલ્લા ચાર વર્ષમાં ઈન્કમટેક્ષ રીર્ટના ભરવાવાળા નોન કોર્પોરેટ કરદાતાઓની સંખ્યા ૬ લાખ ૩૫ હજાર જેટલી વધી છે જે બીજાને પોતાને ત્યાં કામ પર રાખે છે. જેથી આ બધા આંકડાઓ પરથી કહી શકા કે દેશમાં કરોડોની સંખ્યામાં રોજગારીનું નિર્માણ થયું છે.
મોદીએ વિપક્ષોનાં મહાગઠબંધનને મહામિલાવટ મહાગઠબંધન ગણાવીને પોતાના ૪.૫ વર્ષના શાસનમા સર્વાંગી ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યો થયાનું જણાવ્યું હતુ રાહુલના ચોકીદાર ચોર હૈના જવાબમાં પલટવાર કરતા મોદીએ જણાવ્યું હતુ કે ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવી આ સ્થિતિ છે.