ટ્રાફિકના નિયમ અને આર.ટી.ઓ.ના અધિકારીઓએ ડ્રાઇવરોને સમજ આપી
શહેરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નીમીતે શહેર પોલીસ, આરટીઓ અને એસ.ટી. દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.ટી. બસ ડ્રાઇવર તથા રીક્ષા ચાલકોને ટ્રાફીક નિયમો વિષે ઉજાગર કરવામાં આવ્યા હતા.
માર્ગ સલામતિ સપ્તાહ ઉજવણી અંતર્ગત શહેરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી બસના ડ્રાઇવરો અને રીક્ષા ચાલકોની આંખની ચકાસણી તથા ટ્રાફીક નિયમો વિષે જાણકારી આપવામાં આવી હતી. સાથો સાથ એસ.ટી. બસના ડ્રાઇવર અને રીક્ષા ચાલકોને સલામત મુસાફરી તથા સભાનતા વિષે જાણકારી આપી હતી.
આરટીઓના શ્રી મોજેદ્રા સાહેબ એઆરટીઓ યાદવ મેડમ અને અમારા આરટીઓ ઇન્સ્પેકટર પટેલ સાહેબ બધાએ અલગ અલગ પોતાના મંતવ્યો રજુ કર્યા રોડ સેફટી ઓથોરેટી માંથી હુ સીઇઓ જે.વી. શાહ મેં મારા પણ મંતવ્યો આપ્યા કે જેથી કરીને વધારે સલામત રીતે વાહનો ચલાવી શકે અને અકસ્માતનો જે સીનારીયો છે જે સંખ્યા છે.આજે ૩૦મા માર્ગ સલામતી સપ્તાહ અનુસાર રાજકોટ આર.ટી.ઓ. કચેરી અને ટ્રાફીક શાખાએ એક સેમીનાર રાખેલો જેમાં મોટા પ્રમાણમાં બસના માલીકે, બસ ડ્રાઇવરો અને ઓટો રીક્ષાના માલીકોએ હાજરીઓ આપી હતી.
સરળ સુરક્ષા જીવન રક્ષા આ બાબત એમને અલગ અલગ પ્રકારની સલામત ડ્રાઇવીંગની પઘ્ધતિઓ ટાફીકના નિયમો વિશે એમને જાણકારી ઓ આપી એમના નાના મોટા પ્રશ્નો હતા એ પણ અમોએ સાંભળીયું અને સમાધાન કરીયું.