વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતિના પાવન દિવસે આ પાટોત્સવમાં ધામેધામથી સંતો પધારી દર્શન પ્રવચન અને આશિર્વાદનો લાભ આપશે
ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણકૃપાથી તેમજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આર્શિવાદથી અ.મૂ. ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સ્વામી હરિકૃષ્ણદાસજી ના કૃપાપાત્ર શિષ્ય શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામીના દિવ્ય આર્શિવાદથી મહામુકતરાજ દેવુભગતજીની જન્મજયંતિના પવિત્ર દિવસે મહા સુદ-૫, વસંત પંચમી, શિક્ષાપત્રી જયંતિને રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોનો તૃતિય વાર્ષિક પાટોત્સવનું કોઠારી સ્વામી હરિચરણદાસજી રાજકોટના અધ્યક્ષપદે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોકત ધાર્મિક પ્રસંગે વ્હાલા ભકતોને સહ પરિવાર પધારવા અભિષેક, પૂજન, અન્નકુટ દર્શન શાકોત્સવ અને સંતોના આર્શિવાદનો અલભ્ય લાભ લેવા રાજકોટ સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી તથા જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી જગતપ્રકાશદાસજી સ્વામી સમસ્ત સત્સંગ સમાજવતી અનુરોધ કરે છે. વડીયા, ગોંડલ, આંકડીયા, વડાલ, કાન્દીવર્લી, અમરાપર, જુનાગઢ, ખીરસરા, ભોજપરા, સુરેન્દ્રનગર, લોએજ, કુંડળ, પોરબંદર, ધોરાજી, વંથલી, ઉના અને હરીદ્વાર વગેરે ધામે ધામથી વંદનિય સંતો પધારી દર્શન, પ્રવચન અને આશીર્વાદનો અલભ્ય લાભ આપશે.
કોઠારી સ્વામી હરિપ્રકાશદાસજી રાજકોટ, કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી બાલાજી મંદિર રાજકોટ, પુજારી સ્વામી મુનિવત્સલદાસજી, પુજારી ભકિતવત્સલ સ્વામી, ભંડારી સ્વામી આત્મજીવનદાસજી-રાજકોટ આ પ્રસંગે ખાસ પધારશે. પાટોત્સવના મુખ્ય યજમાન વશરામભાઈ મારડીયા-કેશોદ છે.
અતિથી વિશેષ તરીકે ધીરૂભાઈ ગોહેલ-જુનાગઢ, મધુભાઈ દોંગા, જીતુભાઈ રાધનપુરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં તા.૯/૨ શનિવારે સાંજે ૫:૦૦ કલાકે જળયાત્રા, તા.૧૦/૨ રવિવારે સવારે ૬:૩૦ કલાકે આરતી, ૮:૦૦ થી ૯:૩૦ અભિષેક અને પુજન, ૯:૩૦ થી ૧૧:૩૦ કિર્તન ભકિત, સંતોના આર્શીવાદ, ૧૧:૩૦ થી ૧૨:૦૦ અન્નકુટ દર્શન તથા આરતી, ૧૨:૦૦ થી ૧૨:૩૦ શાકોત્સવ પ્રસાદ રાજકોટ, મોરજર, મોટા ઉજળા, મોટા આંકડીયા, દેરડી, ધ્રાફા, ગીંગણી, સમાણા, શેઠવડાળા, પાનેલી, વાલાસણ સુરેન્દ્રનગર, રીબ અને કમીગઢનો સત્સંગ સમાજ હાજર રહેશે. સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી-દ્વારકા કરશે.