ભવ્ય સમારોહ સાથે મ્યુઝીકલ ઇવેન્ટ યોજાઇ: દરેક કાર્યકર્તાને શિલ્ડ આપી બિરદાવ્યા
શહેરના ગ્રીન લીફ કલબ અને અવસર પાર્ટી પ્લોટ ખાતે વ્હાલુડીના વિવાહ હેઠળ તા. ૨૯,૩૦ ડીસેમ્બરના રોજ પિતાની છત્રછાયા ગુમાવેલ રર દિકરીઓના લગ્નનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિતા અથવા મોટા ભાઇ તરીકેનો પ્રેમ આપીને વ્હાલુડીના વિવાહની સમગ્ર ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બજાવાયો હતો તે ર૫૦ થી વધુ કાર્યકરોની ટીમનો સન્માન સમારોહ રાજકોટના પેરેડાઇઝ હોલ ખાતે યોજાયો હતો. જેમાં દરેક કાર્યકર્તાઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. આ તકે મ્યુઝીકલ ઇવેન્ટનું સુમધુર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મી ગીતો રજુ કરાયા હતા.
સૌરાષ્ટ્રના ઐતિહાસિક આયોજનમાં દીકરીઓને કરીયાવરમાં ર તોલાનો સોનાનો સેટ, સોનાની અન્ય વસ્તુઓ આપવામાં આવી એમ કુલ ૩ લાખનો કરિયાવર અપાયો હતો. વિન્ટેજ કાર અને ૬ બગીઓ મોટરકારના કાફલા દ્વારા ભવ્યાતીભવ્ય આયોજન કરાયું હતું.
એલ ઇ.ડી. લાઇટોથી શણગારેલા રર કલાત્મક લગ્ન મંડપોનું વિશાળ સ્ટેજ,વર અને કન્યા પક્ષથી લઇ તમામ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરના શ્રેષ્ઠીઓ હાજર રહયા હતા.
સૌરાષ્ટ્રના આંગણે ઐતિહાસિક લગ્નોત્સવ એટલે વહાલુડીના વિવાહ: મુકેશભાઇ દોશી
દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમના મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે ગત તા. ર૯ થી ૩૦ ડિસેમ્બરના રોજ રાજકોટના આંગણે એક ઐતિહાસિક લગ્નોત્સવનું આયોજન વ્હાલુડીના વિવાહ હેઠળ કરાયું હતું કે જે પિતાની છત્રછાયા ગુમાવેલી રર દિકરીઓના જાજરમાન લગ્નોત્સવ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના આંગણે ઐતિહાસિક લગ્ન યોજાઇ ગયા.
જેમાં લગભગ રપ૦ થી વધારે કાર્યકર્તાઓએ દિવસ-રાત ત્રણ મહિના સુધી મહેનત કરી હતી અને પરિણામ સ્વરુપે એક સરસ મજાના લગ્નોત્સવનું આયોજન થયું હતું. અને આ કાર્યક્રમમાં સહભાગી થનાર કાર્યકર્તાઓ અને આપણી સંસ્કૃતિ પણ છે કે કોઇએ નાનું એવું કાર્ય પણ કર્યુ હોય તો તેનું ઋણ ચુકવવું જોઇએ.
આવા કાર્યક્રમના યશભાગી એવા ૨૫૦ થી વધારે કાર્યકર્તાઓનું આજે સેવારત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. અને અમને કહેતા ખુબ જ આનંદ થાય છે કે આ કોઇ એક જ વ્યકિતનું કામ ન હતું. પરંતુ અમારી ટીમથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો હતો. એમ કહેવાય છે. કે સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના અને એવા સંદર્ભની અંદર તમામ કાર્યકર્તાઓની દિવસ-રાતની જહેમતના પરિણામ સ્વરુપ અમને આ જે સફળતા મળી છે એક નાનકડા ઋપ ચૂકવાનો પ્રયાસ અમે હાથ ધર્યો છે.
દીકરીઓને સાસરે વળાવવાના અવસરને વાગોળવાની ક્ષણ મળી: કિરણભાઇ પટેલ
પ્રાઇવેટ લિમીટેડના કિરણભાઇ પટેલે જણાવ્યું હતું કે વ્હાલુડીના વિવારના અનેરુ આયોજનમાં રર દિકરીઓ કે જેમને પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી દિકરીઓને પિતાનો પ્રેમ આપીને સાસરે વળાવવાનો અનેરો અવસર જે અમને મળ્યો હતો એ અનેરા પ્રસંગને આજે વાગોળવાનો સમય છે અને અમારી વ્હાલુડીના વિવાહની સમગ્ર ટીમ સહિતના કે જેઓએ ખુબ જ સાથ અને સહકાર આપી કાર્યકરને સફળ બનાવ્યો છે.
તેઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજના દિવસે મુકેશભાઇ દોશી, સુમિલભાઇ વોરા, અનુપમભાઇ દોશી, નલીનભાઇ તન્ના અને તેમની સમગ્ર ટીમ અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ટીમ દ્વારા જે મહેનત કરવામાં આવી છે. અને જે રીતે કાર્યક્રમ દિપી ઉઠયો હતો ત્યારે એક સિસ્ટમથી શિસ્ત બઘ્ધ રીતે અને પ્લાનીંગ મુજબ સંપૂર્ણ કાર્યક્રમને ઓપ આપવામાં આવ્યો ત્યારે આજે એવા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું.