રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ ખેડૂતો માટે કોલેટરોલ ફ્રી લોનની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. એટલેકે હવે ખેડૂતોને 1.60 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરન્ટી આપવાની જરૂરિયાત પડશે નહિ. મોનિટરી પોલિસીની સમીક્ષામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈએ ગુરૂવારે તેની જાહેરાત કરી છે.

સરકારે 1 જાન્યુઆરીના બજેટમાં જાહેરાત કરી હતી કે 5 એકર સુધીની ખેતી લાયક જમીન ધરાવનાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવશે. આ રકમ 2-2 હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.

એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે પશુપાલન-મત્સય પાલન કરનાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લેવામાં આવેલી લોન પર વ્યાજમાં 2 ટકા છૂટ આપવામાં આવશે. કુદરતી આફતની સ્થિતિમાં જયાં એનડીઆરએફ મૂકવામાં આવશે, ત્યાં તમામ ખેડૂતોને પાક લોન પર વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે. લોન રી-શેડ્યુલ થયા બાદ સમય પર લોન પરત કરવા પર વ્યાજમાં 3 ટકાની વધારાની છૂટ મળશે. આ રીતે 5 ટકાની છૂટ મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.