ઓપનીંગ કોમ્બીનેશનમાં કોઈ ફેરબદલ ન કરવાનો નિર્ણય લેતા ટીમ કોચ રવિ શાસ્ત્રી
આગામી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતને મજબૂત સ્થિતિમાં રાખવા અનેકવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યાં છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી દ્વારા વિરાટ કોહલીને ચોથા ક્રમે બેટીંગ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મુખ્ય પ્રશ્ન ભારતીય ટીમમાં ઉદ્ભવીત થયો છે તે એ છે કે ત્રીજા ક્રમ માટે કયાં ખેલાડીને રમાડવો. ભારત મથામણ કરી રહ્યું છે કે, વનડાઉનમાં કયો ખેલાડી રમે કારણ કે ઈગ્લેન્ડની વિકેટ ઉપર બોલ પેલા હાથમાં વધુ સ્વીંગ થતો હોય છે. ત્યારે ભારત દ્વારા કે.એલ.રાહુલને પણ વનડાઉન માટે ઉપયોગમાં કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડતા હાલ તે અંબાતી રાયડુ ઉપર ભારતીય ટીમ મદાર રાખી રહી છે.
ક્રિકેટની ગેમ માનસીક રમત પણ માનવામાં આવે છે. ચેસમાં જે રીતે પાયદરનો ઉપયોગ કરી રાજા કઈ રીતે રમત જીતે છે તે એક માનસીક વલણ પણ સ્પષ્ટ થતું હોય છે એવી જ રીતે ક્રિકેટ પણ માનસીક રમત તરીકે ઓળખાય છે. વાત કરવામાં આવે તો હાલ ભારતીય ટીમે વિરાટને ત્રીજા ક્રમ ઉપર બેટીંગ કરાવી પડે છે જે કયાંકને કયાંક ભારતીય ટીમ માટે જોખમ પણ માનવામાં આવે છે. કારણ કે, તેના બાદ જે ૫૦ ઓવર સુધી રમી શકે તેવો ટીમ પાસે અત્યારે એક પણ ખેલાડી ઉપસ્થિત નથી અને જો વિરાટને ચોથા ક્રમે ઉતારવામાં આવે તો ત્રીજા ક્રમ ઉપર કયો ખેલાડી રમે તે પણ એક પ્રશ્નાર્થ છે. ત્યારે ત્રીજા ક્રમની ખોટ કોણ પુરશે તે આવનારા વર્લ્ડકપમાં સમય જ જણાવશે.
ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવતા કહ્યું હતું કે, મેચ દરમિયાન અને પરિસ્થિતિને અનુરૂપ ચોથા ક્રમ ઉપર વિરાટ કોહલીને ઉતારવામાં આવે તો ટીમનું નિયંત્રણ બખુબી રીતે થઈ શકે અને આ નિર્ણય વર્લ્ડકપને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે. કારણ કે ઈંગ્લેન્ડ વિકેટ ખૂબજ મહત્વપૂર્ણ સાબીત થતી હોય છે ત્યારે એસીસ દરમિયાન ઓસ્ટ્રેલીયા ૧૮/૩ તથા ૧૬/૪ જેવી હાલત ટીમની ન થાય તે માટે વિરાટને ચોથા ક્રમ ઉપર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, તે કોઈપણ પ્રકારનો ચાન્સ લેવા તૈયાર નથી જેમાં તેઓએ તેના સારા બેટસમેનોની વિકેટ ગુમાવી પડે જો કન્ડીશન બોલર ફ્રેન્ડલી હોય તો?
હાલ અંબાતી રાયડુ વેલીંગ્ટનમાં ૯૦ રનની વિજય ઈનીંગ રમી હતી ત્યારે તે પણ નં-૩નો ઓપશન હોય શકે તેમ પણ કોચ શાસ્ત્રીએ જણાવ્યું હતું. ત્યારેતેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, આ ફેરબદલમાં ઓપનીંગ કોમ્બીનેશન છે તેન બદલવામાં નહીં આવે માત્ર વાત છે તે નં-૩ અને નં-૪ની કારણ કે આ બન્ને ક્રમ ટીમ માટે ખૂબજ મહત્વપૂર્ણ સાબીત થતાં હોય છે.