જેતપુર, શાપર, ગોંડલ અને વિંછીયામાં જુગારીઓ પર પોલીસની ઘોસ: રૂ.૭૦ હજારનો મુદામાલ કબજે
રાજકોટ જિલ્લાનાં જેતપુર, શાપર, ગોંડલ અને વિંછીયામાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા ૨૧ શખ્સોને રૂ.૬૯ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે દરોડા દરમિયાન કાર ચાલક સહિત બે શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર તાબેના ચાંપરાજપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી જેતપુર તાલુકાના એ.એસ.આઈ એમ.કે.મનાતને મળતા સ્ટાફ સાથે દરોડો પાડી જુગટુ રમતા પ્રવિણ લખમણભાઈ ગુજરાતી, પ્રદિપ દિલીપભાઈ ગોસાઈ, આશિષ કેશુભાઈ ડવ અને જેન્તી વાલજીભાઈ પડેલીયા નામના શખ્સોને રૂ.૩૯,૮૯૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. દરોડા દરમિયાન અફડા તફડી મચતા જી.જ.૧ એચ.ડી.૧૩૯૯ નંબરની એસન્ટ કારમાં મહેન્દ્ર ઉર્ફે ડગરી ભુપતભાઈ ડેડાણીયા અને દિનેશ ઉર્ફે કાલીભાઈ વલ્લભભાઈ જાદવ નાસી જતા તેની શોધખોળ હાથધરી છે.
બીજો જુગારનો દરોડો શાપર નજીક પિતૃકૃપા હોટલની બાજુમાં વાંજાવાસ પાસે જુગાર રમતા અનિલ રમેશભાઈ બાંભણીયા, કિરણ ઉર્ફે કરણ ભગીરથભાઈ મેકવાન, અજય વિજયભાઈ બાંભણીયાએ સંજય જયંતીભાઈ પરમાર નામના શખ્સોને બે મોબાઈલ અને રોકડા મળી રૂ.૧૨,૧૦૦ના મુદામાલ સાથે હેડ કોન્સ્ટેબલ આર.બી.બકોત્રાએ ઝડપી લીધા છે. ત્રીજો જુગાર દરોડો ગોંડલ તાલુકા પોલીસી બીલીયાળા ગામે સ્મશાનની પાછળ નદીના પટમાં પાડી જુગટુ રમતા ભરત રામજીભાઈ બોરીચા, અશોક ગોબરભાઈ રાઠોડ, જયેશ બાબુભાઈ રાઠોડ, પ્રવિણ મોહનભાઈ રાઠોડ અને અતુલ બોરીચા નામના શખ્સોને રૂ.૧૦,૫૮૦ની રોકડ સાથે કોન્સ્ટેબલ મહિપતસિંહ ચુડાસમાએ ઝડપી લીધા છે.
જયારે ચોથો જુગારનો દરોડો વિંછીયા પોલીસે રેવાણીયા ગામે જુગાર રમતા મેરામ રત્ના, સંગ્રામ નરશી, શામજી લાલજી, વિનોદ નરશી, વિપુલ છગન, ભરત તેજા, ભના મગન અને પોલા નામના શખ્સોને રૂ.૫૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.