શેરબજાર ગ્રીન ઝોનમાં આવતા રોકાણકારોમાં ખુશીનો માહોલ
કેન્દ્ર સરકારે આ વર્ષનું બજેટ જાહેર કરતા શેરબજારમાં સતત ત્તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ રાહતના પટારા ખુલતા સેન્સેકસ ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસોમાં લીડીંગ કંપનીઓના શેર પણ ગ્રીન ઝોનમાં રહેતા નફામાં રહ્યાં હતા.
શેરબજારમાં ત્તેજી નોંધાતા રોકાણકારોમાં હાશકારો જોવા મળ્યો હતો. જો કે આજે પણ સેન્સેકસ દિવસ દરમિયાન વધે તેવી સંભાવનાઓ છે. ૭૦ પોઈન્ટના વધારા સાથે ખુલેલુ બજાર ૧૦ વાગ્યાની આસપાસ ૧૪૦ પોઈન્ટે પહોંચ્યું હતું.ગઈકાલે સેન્સેકસમાં ૩૫૦ પોઈન્ટના ઉછાળા સાથે નિફટીએ પણ ૫૦ ઈન્ડેક્ષની છલાંગ મારતા ૧૧૦૫૦ની સપાર્ટી રહ્યું હતું.
જે છેલ્લા ચાર મહિનામાં સૌથી હાઈએસ્ટ નોંધાયું હતું. સેન્સેકસ ૩૫૮ પોઈન્ટે ખુલતા ૦.૯૮ ટકા સુધીના ફેરફારો સાથે ૩૬૯૭૫ની સપાટીએ બંધ રહ્યું હતું. નિફટી ઈન્ડેક્ષમાં ૧.૧૭ ટકાના વધારા સાથે ૧૨૮ પોઈન્ટ રહ્યું હતું. જેથી રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોર્સીસ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસમાં વધારો જોવા મળ્યો હતો.કેન્દ્ર સરકારે જાહેર કરેલા બજેટમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે ખુબજ ફાયદાકારક રહ્યું હતું જેના કારણે શેરબજારમાં સતત ચોથા દિવસે સુધારા સાથે માર્કેટમાં ત્તેજીનો માહોલ છે.