મીર્ચી “સુનાને વાલે ઓલવેઝ ખુશ!
ગત વર્ષે ૧૪૭ કરોડની આવક સામે આ વર્ષે નફામાં ૩૬ ટકાનો જંગી વધારો
રેડીયો મીર્ચીની ટેગલાઈન છે કે, મીર્ચી સુનને વાલે ઓલવેઝ ખુશ પરંતુ કંપની એના શ્રોતાઓને જેટલા ખુશ રાખે છે તેટલા જ તેઓ પણ ખુશ છે કારણ કે મીર્ચી સુનને વાલે જ નહીં સુનાને વાલે પણ ઓલવેઝ ખુશ રહે તેવા કવાર્ટર-૩ના રિપોર્ટમાં મીર્ચીની આવક જોઈને લાગી રહ્યું છે.
એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક ભારતના નં.-૧ એફ.એમ.ચેનલ રેડીયો મીર્ચીએ બુધવારે કવાર્ટર-૩ પૂર્ણ થતાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીની પોતાની આવક રૂ.૨૦૧ કરોડ જાહેર કરી હતી. રેડીયો મીર્ચી સૌથી લોકપ્રિય શ્રાવક માધ્યમ છે જે કોઈપણ એજ ગ્રુપના લોકોને મનોરંજન પૂરું પાડે છે. નાના બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો સુધી મીર્ચી ઓલટાઈમ હિટ રહ્યું છે.
કંપનીએ પોતાના નફાની રકમ જાહેર કરતા ખુશીની લાગણી અનુભવી હતી. ગત વર્ષે રેડીયો મીર્ચીએ ૧૪૭ કરોડનો વેપલો કર્યો હતો. ત્યારે આ વર્ષે કવાર્ટરના એન્ડ સુધીમાં ૨૦૧ કરોડની આવક થતાં ગ્રોથરેટ અકલ્પનીય ૩૬ ટકાનો વધારો નોંધાયો હતો.
મીર્ચીના સીઈઓ પ્રશાંત પાંડેએ કહ્યું કે, આ વર્ષે જે નફો થયો છે તે અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક છે. બિઝનેસના દરેક ક્ષેત્રમાં ખુબજ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. મીર્ચી તેના શ્રોતાઓ માટે સતત ઈનોવેટીવ વસ્તુઓ લાવવાનો પ્રયત્ન કરે છે. અમે સૌ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છીએ કે કંપનીનો આટલો ઝડપી વિકાસ થઈ રહ્યો છે.
રેડિયો મીર્ચી મનોરંજનનું માધ્યમ છે માટે લોકોના પર્સપેક્ટિવથી તેમને શું ગમે છે તે પ્રમાણે પીરસવામાં આવે છે. રેડીયો ક્ષેત્રનું ડેવલોપમેન્ટ થયું છે જેમાં આજે યુવા વર્ગ પણ રસ લેતા થયા છે. ત્રણ વર્ષ પહેલા જયારે સરકારે નવા લાયસન્સ માટેની હરરાજી કરી હતી ત્યારે અમે મોટા રોકાણ કરીને રિશ્ક લેવાનું નકકી કર્યું હતું. આજે એ રોકાણનો અમને લાભ સ્પષ્ટ રીતે દર્શાઈ રહ્યો છે. આવનારા સમયમાં વધુ સારી વેપારની તકો દેખાઈ રહી છે.