પ્રશાંત ભુષણે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આક્ષેપો કરતા સુપ્રીમ કોર્ટની મીડિયા ટ્રાયલ સામે નારાજગી
દેશભરમાં અત્યારે અદાલતમાં ચાલતી કાનુની પ્રક્રિયાના મુદ્દાઓની ધારાશાસ્ત્રીઓ દ્વારા ટીવી અને મીડીયાએ જાહેર ચર્ચા કરવાનો ક્રેજ ઉભો થતો જાય છે તેને ટાંકીને સુપ્રિમ કોર્ટે એવું જણાવ્યું છે કે કોર્ટે મીડીયા રિપોટીંગની અવગણા કરતી નથી પરંતુ વકીલોએ ન્યાયની પ્રક્રિયા દરમ્યાન કેસ અંગેના જામેર નિવેદનો કરવામાં સંયમ રાખવા જોઇએ.
સુપ્રિમ કોર્ટમાં કેન્દ્રસરકાર અને એટરની જનરલ દ્વારા સામાજીક કાર્યકરના સામેની સુનાવણીમાં એવો મત વ્યકત થયો હતો કે કેસ દરમ્યાન વકીલોએ કેસ અંગેની વિગતોની ચર્ચામાં સંયમ રાખવો જોઇએ.
કેન્દ્ર સરકાર એટરની જનરલ અને ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણ જે કેસમાં જોડાયા છે તેની સુનાવણી દરમિયાન વડી અદાલતે પોતાનો મત વ્યકત કરતા જણાવ્યું હતું કે આજકાલ ચાલુ કેસ દરમિયાન માઘ્યમો સામે નિવેદનો અને ટીવી ડીબેટની ધારાશાસ્ત્રીઓમાં એક ફેશન ચાલી રહી છે. દેશમાં દરેક નાગરીકની મુકત અભિવ્યકિતની સ્વાધિનતા અને બંધારણે આપેલા નાગરીક અધિકારની રુએ કોર્ટ કોઇ પણ કેસના મીડીયા રિપોટીંગનો વિરોધ કરતી નથી પરંતુ, ધારાશાસ્ત્રીઓને ચાલુ કેસમાં સંયમ જાળવવાની નૈતિકતા સાચવવી જોઇએ.
સ્વતંત્રતા જવાબદારીથી વધુ દિપી ઉઠે છે ન્યાયતંત્ર પણ કયારેય સંયમની આવશ્યકતા હોય છે.કોર્ટમાં પ્રશાંત ભૂષણે દાખલ કરેલી અરજીની સુનાવણીમાં આ નિવેદન કર્યુ હતું. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને નવીન સિન્હાએ એટરની જનરલ કે.કે.વેણુગોપાલ અને કેન્દ્ર સરકારે પ્રશાંત ભુષણના એ ટવીટ સંદેશા સામે મત વ્યકત કર્યો છે. જેમાં ભુષણે કેન્દ્ર સરકાર સામે કોર્ટને ગેરમાર્ગે દોરતાં હોવાની વાત કરી હતી.
આ ટવીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતાની સિલેકશન કમીટીની બેઠક પછી થોડી જ મીનીટો બાદ કરવામાં આવી હતી. કોર્ટે પ્રશાંત ભુષણ સામે મત વ્યકત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ન્યાય એ મુકત પ્રક્રિયા છે તેમાં કોઇ બાબત છુપાવવામાં આવતી નથી પરંતુ તેની મર્યાદા અને ગરીમાં જળવાવી જોઇએ.વરિષ્ઠ ધારાશાસ્ત્રી દુષ્યત દવે એ આ મામલે લખેલા એક લેખમાં પણ કેસ અને મીડીયા સંલગ્ન ધારાશાસ્ત્રીઓની જવાબદારી વિસ્તૃત છણાંવટ કરી હતી.