સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિમાં અવ્વલ સરગમ કલબ દ્વારા તેના સભ્યો તથા રાજકોટવાસીઓ માટે અનેક રોજગાર તેમજ વ્યવસાયલક્ષી તાલીમ કેમ્પ અને વર્ગો ચલાવવામાં આવે છે. બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો માટ ફેશન ડિઝાઈન, કોમ્પ્યુટરના વર્ગો તેમજ સ્પોકન ઈંગ્લીશના વર્ગો સરગમ ભવન ખાતે તદન નજીવા દરે ચલાવવામાં આવે છે. આ અંગે માહિતી આપતા ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ ભવન ખાતે ફેશન ડિઝાઈનના વર્ગો શ‚ કરવામાં આવી રહ્યા છે.
જેમાં નિષ્ણાંત ટયુટર દ્વારા વિદ્યાર્થીઓને તાલિમ આપવામાં આવશે. આ ઉપરાંત કોમ્પ્યુટરના વર્ગોનું પણ ખાસ આયોજન કરાયું છે. જેમાં કોમ્પ્યુટર બેઝિક, ફર્નામેન્ટલ, એમએસ ઓફિસ, ઈન્ટરનેટ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ તેમજ વેબડિઝાઈનિંગ સહિતના કોર્સની તદન નજીવા દરે તાલિમ આપવામાં આવશે.
તેમજ સ્પોકન ઈંગ્લીશનો કોર્સ પણ શરૂ કરાયો છે. જેમાં પાયાથી માંડીને અંગ્રેજી ગ્રામર સહિતની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત બાળકો માટે ડ્રોઈંગ, કથ્થક, વેસ્ટર્ન ડાન્સ, ઓર્ગન, તબલા, કેલીગ્રાફી, એબેકસ, ફ્રેન્ચ લેંગ્વેજ, મેડિટેશન સહિતના વર્ગો ચલાવવામાં આવે છે.
તેમજ લેડીઝ માટે મહેંદીના વર્ગો અને જીમ, એરોબિકસ, ઝુમ્બા પણ ચાલે છે. ઉપરોકત વર્ગોમાં જોડાવવા માટે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪ થી ૮ દરમ્યિન ‚બ‚ અથવા ફોન નં.૦૨૮૧-૨૪૫૭૧૬૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કોમ્પ્યુટરના વર્ગોમાં નિષ્ણાંત ટયુટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને થિયરીકલ તેમજ પ્રેકિટકલ તાલીમ આપવામાં આવશે તેમ સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અંતમાં જણાવ્યું હતું.