Table of Contents

ઉદ્યોગ તેમજ બેંકીંગ સેકટરની કંપનીઓ પણ જોડાઈ

મેનેજમેન્ટની હેકાથોન એમે.એચ. સ્કવેર રિબૂટને મળ્યો લોકોનો જબ્બર પ્રતિસાદ

ઈવેન્ટનો મુખ્ય ઉદેશ ઈન્ડસ્ટ્રીઝ અને કંપનીઓમાં બ્રાન્ડીંગથી લઈને એચ.આર. અને મેનેજમેન્ટમાં થતા પ્રોબ્લેમ્સને વિદ્યાર્થીઓ દ્વારા સોલ્વ કરવાનો

ક્રિએટીવ પ્રોબ્લેમ સોલ્વીંગ, એડ મેનીયા, બિઝનેસ બાઝાર અને ફેશન શો જેવા આયોજનોથી વિદ્યાર્થીઓનું કૌશલ્ય ખીલ્યું

શહેરની એમ.એચ.ગાર્ડી વિદ્યાપીઠ ખાતે નેશનલ લેવલની મેનેજમેન્ટ ફિએસ્ટા એમ.એકસ સ્કવેર રીબુટ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટ ઉપરાંત ગુજરાતની મેનેજમેન્ટ ઈન્સ્ટીટયુટના ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીઝ, બેંકીંગ સેકટર અને નામાંકિત કંપનઓ જોડાઈ હતી જેમાં પૂજારા ટેલિકોમ રસિકભાઈ ચેવડાવાળા, બાલાજી વેફર્સ, ગિરિરાજ હોસ્પિટલ, ટેસ્ટી અને અન્ય કંપનઓ જોડાઈ હતી આ ઈવેન્ટનો મુખ્ય ઉદેશ ઈન્ડસ્ટ્રીઝ અને કંપનીઓમાં બ્રાન્ડીંગથી લઈને એચ.આર. અને મેનેજમેન્ટમાં થતા પ્રોબ્લેમ્સને વિદ્યાર્થીઓ દ્વારા સોલ્વ કરવાનો હતો.2 8

ગાર્ડી વિદ્યાપીઠમાં આયોજીત એમ-એકસ સ્કવેર ૨૦૧૯ ને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. રાષ્ટ્રીયકક્ષાની મેનેજમેન્ટ ફીએસ્ટામાં વિવિધ પ્રકારની પ્રેક્ટિકલ વધારનાર પ્રવૃતિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને વધુમાં વધુ કોમર્સ ફિલ્ડનું જ્ઞાન મળે અને રાજયની નામચીન કંપનીઓ જેમ કે, પુજારા ટેલીકોમ, બાલાજી વેફર્સ જોડાતા તેમના જેટલી સમસ્યાઓ છે પછી તેમાં માર્કેટીંગ હોય કે બ્રાન્ડીંગ દરેકના સમાધાન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. જેથી લઈ વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલોપમેન્ટ થતા તેમને પ્રેક્ટિકલ નોલેજમાં પણ ફાયદો થાય.

રાજયભરની પ્રખ્યાત કંપનીઓની સમસ્યાઓનું નિવારણ વિદ્યાર્થીઓએ કર્યું: જય મહેતા

Jay

એચ.એમ.ગાર્ડી વિદ્યાપીઠના મેનેજીંગ ડિરેકટર જયભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે, અહી વિદ્યાર્થીઓ દ્વારા ‘એમ.એકસ સ્કવેર રીબુટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમ.એકસ. ૨ એટલે મેનેજમેન્ટ એકસપરીમેન્ટલ, એકસપ્રેસન્સ રીબુટ આ ઈવેન્ટ દર વર્ષે કરવામાં આવે છે.

જેમાં રાજકોટ ઉપરાંત ગુજરાતભરની સારામાં સારી કંપની છે કે જેઓ દરરોજ જે પ્રોબ્લેમનો સામનો કરતા હોયતેવા પ્રોબ્લેમને વિદ્યાર્થીઓ દ્વારા સોલ્વ કરવામાં આવે છે જેમ એન્જીનીયરીંગમાં હેકા થોન થતી હોય છે.તેમ મેનેજમેન્ટની આ હેકાથોન છે.કે જેમાં અલગ અલગ કેસ સ્ટડીશ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અલગ અલગ કંપની દ્વારા જેમાં વર્ષે ગીરીરાજ હોસ્પિટલ, ટેસ્ટી બ્રાન્ડ, કોમેટ ઈન્ડસ્ટ્રીઝ બાલાજી વેફર્સ, પુજારા ટેલીકોમ અને અલગ ઘણી બધી બીજી કંપનીઓ જોડાયેલી છે.

જેના દરરોજના પ્રોબ્લેમ્સ હોય છે. એચ.આર.ને લગતા કે પછી મેનેજમેન્ટને લગતા જે વિદ્યાર્થીઓ દ્વારા સોલ્વ કરવામાં આવે છે.ઉપરાંત કઈ રીતે કંપનીએ પોતાનું બ્રાન્ડીંગ કરવું પોતાના બીઝનેસને કેવી રીતે ઉપર લઈ આવવું જેની સંયુકત માહિતી અહીથી વિદ્યાર્થી દ્વારા આપવામાં આવે છે.

આ ઈવેન્ટમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. જેમાં ભરૂચ ભૂજ, બરોડા અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેથી વિદ્યાર્થીમાં પડેલી ટેલેન્ટ બહાર આવે અને વિદ્યાર્થીને મેનેજમેન્ટ કેમ કરવું તે શીખવા મળે જે અમારો મુખ્ય ઉદેશ છે.

માર્કેટીંગ સ્કીલ્સ અને બ્રાન્ડ વેલ્યુની ઉપયોગીતા સમજવી જરૂરી: ડો. વિશાલ ખસગીવાલા

vishal

એમ.એચ. ગાર્ડી સ્કુલ ઓફ મેનેજમેન્ટના ડાયરેકટર ડો. વિશાલ ખસગીવાલાએ ઈવેન્ટ વિશે જણાવતા કહ્યું હતુ કે એમ.એસ. સ્કવેરક રીબુટ ૨૦૧૯ ઈવેન્ટ અંતર્ગત વિદ્યાર્થીં રહેલી ટેલેન્ટ બહાર આવે તે મુખ્ય ઉદેશ છે. અત્યારે થીયરી જ્ઞાન મેનેજમેન્ટ વિશે બધે જ આપવામાં આવે છે.

પરંતુ પ્રેકટીકલ જ્ઞાન વિદ્યાર્થીઓને આ ફિલ્ડમાં ખૂબજ જરૂરી છે. જેના માટે આ ઈવેન્ટનું આયોજન કરાયું છે. અનો હવે મોટી મોટી ઈન્ડસ્ટ્રીઝને પણ એવા લોકોની જરૂર છે કે જેનાથી તેમનો બીઝનેશ વધે અને એક બ્રાન્ડ વેલ્યુ અને જેથી વિદ્યાર્થી તેનામાં પડેલી માર્કેટીંગ સ્કીલ બહાર આવે અને એક સારામાં સારો બીઝનેશ કરી શકે અથવા કોઈ બીઝનેશને આગળ વધારી શકે તે માટે કંપની સાથે ડાયરેકટ જોઈન્ટ થઈ શકે છે. અહી આ ઈવેન્ટમાં ઘરી નામાંકીત કંપનીઓ આવેલી છે. જેઓને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જેનું સોલ્યુશન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતભરમાંથી જોડાયેલા છે.

ફેકલ્ટી દ્વારા અપાતા જ્ઞાનમાં કમી ન  રહે તેવો સતત પ્રયાસ: કિરણ શાહ

kiran

ગાર્ડી વિદ્યાપીઠના વાઈસ ચેરમેન કિરણભાઈ શાહએ જણાવ્યું હતુ કે ગાર્ડી વિધાપીઠનો એક ધ્યેય છેકે જે પણ કઈ કરીએ તેમાં પ્રેકટીકલ એકસપોઝર હોવું ખૂબજ જરૂરી છે. બાળકો કલાસની અંદર ખૂબજ સારી રીતે ભણે પણ છે અને ફેકલ્ટી દ્વારા તેમને ખૂબજ સારી રીતે ભણાવવામા પણ આવે છે.

પરંતુ જયાં સુધી બાળકને પ્રેકટીકલ એકસપોઝર ન મળે ત્યાં સુધી જેટલું બાળક ભણે છે ત્યે વ્યર્થ જતું હોય છે. હવે જે એજયુકેશન સીસ્ટમ છે.તેમાં બાળકોને પ્રેકટીકલ નોલેજ મળે તે ખૂબજ જરૂરી છે. ઈન્ડસ્ટ્રીઝના અનુભવ મળે તો જ તે પોતાના બીઝનેસમાં સફળ થાય છે. જેના માટે પ્રેકટીકલ નોલેજ મળે તે માયે મેનેજમેન્ટ ફેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ છ એક્ટિવીટી વિદ્યાર્થીઓના સેલ્ફ ગ્રુમીગ માટે ઉપયોગી: રૂતુ પઢીયારrutu

એમ.એસ. ગાર્ડી વિદ્યાપીઠના મેનેજમેન્ટના પ્રોફેસર રૂતુ પઢીયારએ જણાવ્યું હતુ કે કોલેજમાં એક મેનેજમેન્ટને લઈને ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ એમ.એકસ સ્ક્વેર ૨૦૧૯ અંતર્ગત છ અલગ અલગ કોમ્પીટીશન રાખવામાં આવી છે. જેમાં ક્રિએટીવ પ્રોબ્લેમ સોલ્વીંગ જેમાં કંપનીનાં રીપ્રેઝેન્ટેટીવને વિદ્યાર્થી દ્વારા સોલ્યુશન આપવામાં આવશે બીજી એકટીવીટી એડમેનીયા છે.જેમાં વિદ્યાર્થી દ્વારા અલગઅલગ પ્રકારની એડર્વટાઈઝમેન્ટ બનાવવામાં આવી છે. બીજી એકટીવીટી છે જેનું નામ છે. બીઝનેસ બાઝીગર જેમાં બિઝનેસને આગળ વધારવા જે ક્રિએટીવ આઈડ્યા છે. જે તેઓ બતાડશે. અને છેલ્લે કલઅરલ પ્રોગ્રામ છે. જેમાં ફેશન શો વગેરે રાખવામાં આવ્યા છે.

ગાર્ડી કોલેજના વિદ્યાર્થીઓની અબતક સાથે વાતચીતUntitled 1 29

ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરૂ છું હું બીબીએ ત્રીજા વર્ષમાં છું આજે અમારી કોલેજમાં એક ઈવેન્ટનું આયોજન કરાયું છે. મેનેજમેન્ટનાં વિદ્યાર્થીને એક પ્લેટફોર્મ મળે તે હેતુથી આ ઈવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં અમે બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં ત્રણ એકેડેમિક ઈવેન્ટ છે. અને ત્રણ નોન એકેડેમિક ઈવેન્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.