‘અબતક’ માટે ‘અબતક ’કલેવર બદલે છે!
વીરદાદા જશરાજના સ્મૃતિ દિને રાજકોટમાં તેમને શ્રઘ્ધાંજલી અર્પવા અને તેમનાં કસુંબલી બલિદાનને બિરલાવીને તેમાંથી પ્રેરણા લેવા રઘુવંશી સમાજના અગ્રણીઓ માટે સમૂહ ભોજન (સંઘ જમણ)નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં અબાલ વૃઘ્ધ રઘુવંશી ભાઇ-બહેનોએ તેમાં જોડાઇને જ્ઞાતિ પ્રત્યેનો આદર અને જ્ઞાતિ પ્રત્યેનું ઋણ અભિવ્યકત કર્યા હતાં.
બીજા એક પ્રભાવશાળી અને જ્ઞાતિહિતના ધર્મભીના આયોજનમાં આત્મોઘ્ધારક શ્રી સન્યનારાયણ ભગવાનની કથાનું અધિકૃત કથાકાર શ્રી મીરાબેન ભટ્ટે રસપા કરાવ્યું હતું. વર્તમાન પરિસ્થિતિમાં અગ્રેલેખનો વિષય બનવો ઘટે એવો આ આયોજનોની સમીક્ષામાં ‘રઘુવંશ’અને ‘મહાજન પ્રથા’ના મુદ્દા આખા માનવ સમાજને સ્પર્શે છે. અને વીરદાદા જશરાજના ઐતિહાસિક શૂરાતન તથા આર્યાવર્તિય કુરબાનીને સાંકળે છે.
‘રઘુવંશ’ને ભરતખંડના મહાકવિ કાલીદાસે આલેખ્યો છે અને એમની પરમેશ્વરી લેખીત વડે સ્તુતિ પણ કરી છે. રઘુપતિ રાઘવ રાજા રામનું કુળ તે રધુકુળ, અને તેમનો વંશ તે રઘુવંશ ઇક્ષ્વાકુ રાજાઓએ સાત પેઢી સુધી ગાળેલા તપસ્વી જીવનનું અને તેમણે અખંડે ઝળહળાવેલી જયોતનું અજર અમર ફળ તે રઘુકુળ અને રધુવંશ
રઘુવંશમાં જન્મ પામીને જ રામનાં કામ કરે તે સાચા રઘુવંશી, અન તેમ ન કરે અથવા તેનાથી અવળું કરે તે તેમના દ્રોહી, કે પતી….સમજ જતાં એમ પણ કહેવાયું કે ‘લોહરગઢના રાણા, જય જય રઘુવંશી લોહાણા, લોહરગઢના રાણા, જય જય લાખેણા લોહરાણા’
કહેવાયું છે કે આજે લાહોર છે તે એક યુગમાં ‘લોહરગઢ’નો પ્રદેશ હતો. એના ઉપર રાજ કરનારાઓ રઘુકુળના હતા અને લોહરાણાઓ તરીકે પંકાયા હતા. તેઓ રોમેરોમ ક્ષત્રિય હતા. પરાક્રમી અને બહાદુર હતા. શૂરાતન અને માભોમ માટે મરી ફીટવા જેટલી દાઝ એમનામાં હતી.
આર્યાવર્તનો એ દેશકાળ હતો સિન્ધુ સંસ્કૃતિ જીવંત હતી. આર્યાવર્તથી ઓખાતો ભરતખંડ માનવજાર્તની સંસ્કૃતિને બરાબર સાચવતો રહ્યો હતો. આર્યાવર્તની પ્રજા આર્ય તરીકે વૈદિક જીવન ગુજારતી હતી. સંસ્કૃતિ અને દેશદાઝ એની ગળથુથીમાં હતાં. ગૌ માતાની રક્ષાએ ‘ધર્મ’લેખાતો હતો. ગામની ક્ધયાની રક્ષાએ પણ ધર્મ લેખાતો હતો….
સમય સમયનું કામ કરે છે,
આર્યાવર્તની સમૃઘ્ધિ આસપાસના પ્રદેશોના દ્રેષી લોકોથી સહન ન થઇ, તેઓ આર્યવિરોધી બન્યા, અનાર્યો તરીકે ઓળખાયા, મનુષ્ય બળવાન છે, પણ સમય વધુ બળવાન છે.લોહરગઢ અનાર્યોની આંખે ચડયું, એના ઉપર ત્રાટકવા તેમણે આકાશપાતાળ એક કરવાનાં ફાંફા માર્યા, પણ દગાબાજી, કપટ, અને શકય એટલી બધી જ બેઇમાનીની ઓથે તેની ફોજે લોહરગઢ ઉપર ચઢાઇ કરી.
જોગાનુજોગ તે વખતે લોહરગઢના રાજકુંવર જશરાજના લગ્નની રળિયામણી ઘડી હતી. ભરયુવાની પર પીઠી ચોળાતાં નજર ઉતારવી પડે એવા જશરાજના હાથે મિંઢોળ બંધાયા હતા. માણેકત્થંભ રોપાઇ ગયોહતો. લગ્ન માંગલ્યના રૂડા ફેરાનો અવસર આવી ઊભો હતો. રૂપ રૂપના અંબાર જેવી ક્ધયા મેંદીભીની બની ચૂકી હતી. ચારે કોર ખુશાીલનો કલબલાટ હતો… કેસરિયાળા સાફાથી શોભતા કુમાર જેશરાજના ધરેણાસમી તલવાર એમના ખોળામાં હતી. ત્રિશુળિયો ભાલો પણ સાબૂત હતો. લોહરગઢની લાજ આબરૂનો રખેવાળ અશ્વપણે કાંઇ ખાસ આવે નહોતો.
બીજી બાજુ લોહરગઢ પર ચઢાઇ કરનાર અનાર્યોની ફોજની સામે લડાઇ શરુ થઇ ગઇ હતી. લગ્નમંડપ સુધી એની ખબર પહોંચવા દેવાઇ ન હોતી. અનાર્યોનું કપટ કારગત નીવડયું હતું. આર્યફોજ તૂટતી ગઇ સેનાપતિ પણ ખપી ગયો એક સરદારે જશરાજને જાણ કરી જશરાજ ઊડયા તલવાર અને ભાલો લીધા, છોગાળા સાફાને બાજેઠ ઉપર મૂકી દઇને છલાંગ મારી વહાલા સૌએ વિનવ્યા અનાયો રધુવંશીઓમાં ક્ષાત્રવટ અને સાહસિકતા હજુ છે.
બીજું પણ ઘણું બધું છે, જેમાં ‘શુભત્વ’નો સમાવેશ થાય છે. પરંતુ રધુવંશીઓમાં એકત્વ નથી. ઐકય નથી, રધુકુળની અજોડ બિરાદરી નથી, રધુવંશીપણું નથી. નિર્માનીપણું નથી. હું પણામાં રધુવંશીઓ અકચૂર છે. નબળાના હાથ પકડી પકડીને તેમને સબળા કરવાની ભાવના નથી.રાજકારણમાં રાજકીય સ્વાર્થ,અર્થકારણમાં આર્થિક સ્વાથ અને ધરમકરણમાં એને લગતો સ્વાર્થ એમને રધુવંશી મિટાવી દે છે.રધુવંશીઓ ખુદ રધુવંશીઓનો દોહ કરે છે, વેપાર-ઉદ્યોગમાં, રાજકારણમાં, વિદેશો સાથેની સાંકળમાં કે રધુવંશીઓને આગળ લઇ જવાનો ધર્મ બજાવવામાં ‘ખરાં’ઉતરતા હોવાની પ્રશંસા આપણે સાંભળી નથી !
વીરદાદા જશરાજની જન્મજયંતિને નિમિત્ત બનાવીને ‘રધુવંશી એકતા’ના વિરુઘ્ધ તથા પ્રમાણિક હેતુથી ‘સમગ્ર નાત જમણ’નો યાદગાર ‘યજ્ઞ’ નું સબળ આયોજન કરનારા તમામ મહાનુભાવોને અભિનંદન આપીને જ એમનું ઋણ નહિ વાળી શકાય…. એકતા નવા યુગનો તકાજો છે. ઊઠો, જાગો, એક બનો, જશરાજ જગાડે છેએ નવા યુગનું સૂત્ર છે. ભગવાન શ્રીરામની આ ઇચ્છા છે વીરદાદા જશરાજના બદિલાનનો આ ઘ્વનિ છે. જલારામ બાપાની આ મહોત્છા છે… રધુવંશી મા, બેન અને દીકરા-દીકરીઓના સુખદ ભવિષ્ય માટેની આ માંગ છે. આ એક ચળવળ છે. અખંડ ચાલુ રાખવાની ચળવળ છે. તમામ ક્ષેત્રોને સ્પર્શે એવી આ ચળવળ છે. રામત્વ ફરી અવતરે એવી આ ચળવળ છે.
રંગમંચ પર આસનો જમાવીને ભાષણો કરીને, ઉપર છલ્લા કાર્યક્રમો યોજીને જ એ સફળ નહિ થાય… સૌએ એને પોતાનો ધર્મ સમજીને, ઇષ્ટદેવ સમજીને અને મોક્ષ પ્રાપ્તિનો મંત્ર સમજીને એમાં જોડાવું પડશે. નવા ભવના, નવા જન્મના કે નવા અવતારના શુકન તરીકે એને માટે ઝઝુમવું પડશે. એને રામનાં કામ પૈકી સૌથી મહત્વનું ગણીને એને માથે ચડાવવું પડશે.
લેખકો હલન ચલાવે, કવિઓ કવિતાઓ લખે, ધનવાનો સાધન સામગ્રી આપીને, બૌઘ્ધિકો માન – અપમાનના મોહ છોડાવીને, વિદ્યાપતિઓ રધુવંશીઓમાં સમાનતા, સભાનતા અને સંસ્કાર સંસ્કૃતિનાં સિંચન કરીને ઇષ્ટદેવની પ્રસન્નતા પણે. આજનો આ નાત-જમણનો મહાયજ્ઞ રધુવંશી એકતાની નવી દિશા ખોલવામાં નિમિત બને તો વીરદાદા જશરાજની જન્મજયઁતિનો ઉત્સવ સાર્થક ગણાશે… ધાર્મિકતાની, રધુવંશી એકતા દ્વારા સમૂળતા સમાજની એકતા સાધવાની, લોહરગઢને સજીવન કરવાની તથા રાષ્ટ્રીય સંસ્કૃતિને ફરી ચેતવંતી કરવાની આ ચળવળ સર્વાશે સફળ થાય એવી પ્રાર્થના.
રધુવંશીઓ જશરાજ મંદીર, જશરાજનગર અને રધુવંશી શકિતપીઠ સર્જી બતાવે તો સોનામાં સુગંધ ! મહાજન મહાપરિષદ એના ધાક બજાવે એમાં અને મહાજન પ્રધાને સજીવન કરે એમાં જ રધુવંશી સમાજ અને સમગ્ર સમાજ ઉન્નતિનાં નવાં શિખરો સર કરી લેવાનો યશ પામશે અને ટૂંક વખતમાં આવનારા પડકારો તેમજ સ્પર્ધાઓમાં રધુવંશી સંતાનો પ્રથમ હરોળમાં ખડી રહી શકશે !