ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ દ્વારા નેશનલ લેવલે આસામ રાજયમાં નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.વી.મોદી સ્કુલ અને વી.જે. મોદી સ્કુલના વિઘાર્થીઓ સતાણી ફેનીલ, સાકરીયા આયુષ, સોરઠીયા મીત, દલસાણીયા વિવેક, બાલધા નિર્મલ, નળીયાપરા રજત, ઠુમ્મર વંશીત અને કલોલા માનવએ તથા વ્યાયાર શિક્ષક રાકેશભાઇએ કેમ્પમાં ભાગ લીધો હતો.
સેશનમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયા ની થીમ ઉપર જુદી જુદી રીતભાતોથી લગ્ન રજુ કર્યા હતા. તેમજ પરંતરાને અનુરુપ ડાન્સ, ફોકસોગ રજુ કરવામાં આવ્યો હતો. ત્રીજા દવસે સ્વચ્છતા અભિયાનની રેલી વિઘાર્થીઓ દ્વારા કાઢવામાં આવી હતી. તેમાં વિઘાર્થીઓએ અંદાજે ત્રણ કી.મી. સુધી નીકળી સાફ-સફાઇ કરી હતી.
સાંજે વિઘાર્થીઓ દ્વારા પોત પોતાના રાજયની વિવિધ વાનગીઓ બનાવીને પ્રસ્તુત કરવામાં આવી હતી.આ રીતે વિઘાર્થીઓ દ્વારા પોત પોતાના ખાન પાનનું એક ઉમદા ફુડ પ્લાન રજુ કર્યો હતો.આ દરેક વિઘાર્થીઓને પ્રવૃતિને શાળાના મેનેજીંગ ડો. આર.પી. મોદી પ્રિન્સીપાલ ઓ તથા શાળા પરિવારે બિરદાવી હતી.