મહીલા સાથેની અંગત પળોનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી વધુ ૧પ લાખની માંગણી કરી: યુવતિની શોધખોળ
મોરબીમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ મહિલાની મદદ લઇને યુવકને સંબંધ બંધાવીને તેનો વીડીયો બનાવ્યો હતો. બાદમાં યુવક પાસેથી રૂ ૧૦ લાખ ખંખેર્યા વધુ ૧પ લાખની માંગણી કરી ધમકાવ્યા. અંતે કંટાળીને યુવકે પોલીસનું શરણું લેતા પોલીસે હનીટ્રેપના ગુનામાં યુવકના બનેવી સહિત ચારે શખ્સોની ધરપકડ કરી.
મોરબીના બોની પાર્કમાં રહેતા આદ્રોજા આશિષ હેંમતભાઇ ના નામના શખ્સે તેના મિત્ર તુલસી હસમુખ સંખેસરિયા, વિપુલ મનુ ચૌહાણ, ધવલ નરભેરામ આદ્રોજાએ એક મહિલા સાથે મળી એક યુવક પાસેથી પૈસા ખંખેરવાનું કારસ્તાન રચ્યું હતું. જેમા આદ્રોજા આશિેષે મોરબીના પરિચીત યુવાન ઉઘોગપતિને શનાળા રોડ પર આવેલા તેના સાળાના ઘડીયાલના કારખાને બોલાવ્યો હતો. ત્યારબાદ ઉઘોગપતિ યુવકની હાજરી રહેલી યુવતિ સાથે મુલાકાત કરાવી ચારેય શખ્સો રવાના થઇ ગયા હતા.
દરમિયાન મુલાકાત વેળાએ યુવતિએ ઉઘોગપતિ યુવક સાથે કામુકત ચેષ્ઠા કરીને યુવકને પોતાની જાળમાં ફસાવી શરીર સંબંધ બાંઘ્યો હતો. બાદમાં બન્ને છુટા પડી ગયા હતા. ત્યારબાદ ર૯ જાન્યુઆરીના રોજ ઉઘોગપતિને રાજકોટથી સંજય બોલું છું તેવો ફોન આવ્યો હતો. અને ઘડીયાલના કારખાનામાં થયેલી કાલીલાનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. તુલસીએ યુવકની કામલીલાનો વીડિયો દર્શાવી રૂ ૧૦ લાખની માંગણી કરી હતી. જેથી ગભરાયેલા યુવાને પોતાની આબરુ સાચવવા રૂ ૧૦ લાખ આ શખ્સોને આપ્યા હતા.
તેમ છતાં ચારેય શખ્સોએ બીજા ૧પ લાખની માંગણી કરી હતી બાદ યુવકે આ અંગે ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે સમગ્ર બનાવની તપાસ કરીની હનીટ્રેપના માસ્ટર માઇન્ડ આશિષ આદ્રોજા, તુલસી સંખસરિયા, ધવલ આદ્રોજા, વિપુલ ચૌહાણ નામના ચારેય શખ્સોની ધરપકડ કરી હનીટ્રેપમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવતિની શોધખોળ હાથ ધરી છે.